દેશમાં ઓમિક્રોન(Omicron)ના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. સંક્રમિત દર્દીઓની સંખ્યા, જે 300 ની નજીક પહોંચી ગઈ છે, તે હજી પણ પૂર ઝડપે વધી રહી છે. તેલંગાણા(Telangana)માં પણ ઓમિક્રોનના દર્દીઓની સંખ્યા વધીને 38 થઈ ગઈ છે. દરમિયાન, તેલંગાણાના એક ગામે ઓમિક્રોના ખતરા વચ્ચે સ્વેચ્છાએ લોકડાઉન(Voluntary lockdown) લાદ્યું છે. આ કોઈ સરકારી હુકમ નથી, પરંતુ ગ્રામ પંચાયતે સાવધાની સાથે આ નિર્ણય લીધો છે.
એવું જાણવા મળ્યું છે કે, તાજેતરમાં જ ગુડેમ ગામમાં એક વ્યક્તિ બહારના દેશથી પરત આવ્યો હતો. તેમનો રિપોર્ટ કોવિડ પોઝિટિવ આવ્યો હતો. બાદમાં કહેવામાં આવ્યું કે, તે વ્યક્તિ ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત હતો. જેના કારણે અધિકારીઓ ગામમાં પહોંચ્યા અને 64 લોકોના સેમ્પલ લીધા. આ તમામ એવા લોકો છે જેઓ સંક્રમિત દર્દી સાથે સીધા સંબંધિત હતા. હાલ તો સંક્રમિતની માતા પણ કોવિડ પોઝિટિવ આવી છે. પરંતુ તે ઓમિક્રોન છે કે નહીં, તે હજુ સુધી જાણી શકાયું નથી.
પરંતુ કારણ કે ઓમિક્રોન અન્ય પ્રકારો કરતાં વધુ ચેપી છે, ગ્રામ પંચાયતે 10 દિવસનું લોકડાઉન લાદવાનું નક્કી કર્યું છે. હવે દસ દિવસ સુધી તમામ ગ્રામજનોએ ઘરની અંદર જ રહેવું પડશે. જો કે ગામમાં લોકડાઉન કરવામાં આવ્યું છે, પરંતુ સમગ્ર તેલંગાણામાં ઓમિક્રોનના કેસ ઝડપથી વધવા લાગ્યા છે. આજે કેસોમાં મોટો ઉછાળો આવ્યો છે અને કુલ 14 ઓમિક્રોન સંક્રમિત બહાર આવ્યા છે.
દેશના ઓમિક્રોનની વાત કરીએ તો અત્યાર સુધીમાં 287 કેસ નોંધાયા છે. ગઈકાલે પણ કોરોનાના કેસોમાં ઉછાળો આવ્યો હતો અને 400 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે કે, જાન્યુઆરીમાં કેસ વધુ વધી શકે છે અને ફેબ્રુઆરીમાં ત્રીજી લહેરનો ખતરો સતાવી રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.