ઉતરપ્રદેશ: કેટલીકવાર એવા કરિશ્મા થાય છે, જેના પર વિશ્વાસ કરવું સરળ નથી. ઉત્તર પ્રદેશના અમરોહા જિલ્લામાં પણ આવું જ કંઈક જોવા મળ્યું છે. એક બકરીના શરીરમાં એક તરફ ઓમ લખેલું જોવા મળે છે અને બીજી બાજુ મોહમ્મદ પણ લખાયેલું છે. આ જાણીને લોકો આશ્ચર્યચકિત થયા અને તરત જ તેને જોવા અને તેની ખરીદી માટે દૂરદૂરથી આવવા લાગ્યા.
સોશ્યલ મીડિયા દ્વારા લોકોને ખબર પડી હતી કે, અમરોહાના ઔદ્યોગિક શહેર ગજરૌલાના ખ્યાલીપુર ગામમાં આ કરિશ્મા થયો છે. લોકોમાં તેને ખરીદવા માટે ઉત્સુકતા જોવા મળી હતી. ખાનગી અહેવાલ મુજબ, આ બકરીની કિંમત 1 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે. જો કે, તે બકરીના માલિક તેને લગભગ 11 લાખ રૂપિયામાં વેચશે.
બકરીના શરીર પરની કુદરતી હસ્તલેખન જોઈને લોકો ચોંકી ઉઠ્યા છે. ત્યારે બકરીદ નજીક આવતાની સાથે જ બકરીના ભાવ સતત વધી રહ્યા છે. તેનું મૂલ્ય જાણીને લોકોના હોશ ઉડી ગયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, તેની કિંમત 11 લાખ રૂપિયાથી ઓછી નહીં હોય. ત્યારે હવે એ જોવાનું રહેશે કે, આ બકરીની કિંમત શું હશે અને કોણ તેને ખરીદશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.