GSTના વધારા સામે ફોસ્ટાનું મોટું એલાન- આવતીકાલે કાપડ માર્કેટ રહેશે સંપૂર્ણ બંધ

સુરત(Surat): સરકાર કાપડ પરનો જીએસટી(GST)નો દર 5 ટકાથી વધારીને 12 કરશે, જેનો 1 જાન્યુઆરીથી અમલ કરવામાં આવશે. આ અંગે અનેક રજૂઆતો પછી પણ કોઈ નિર્ણય ન લેવાતાં વેપારીઓ દ્વારા આંદોલનનો નિર્ણય કરવામાં આવ્યો છે.

30મીએ કાપડ માર્કેટ 1 દિવસ બંધ રાખવામાં આવશે, આ દરમિયાન 185 માર્કેટની 65,000 દુકાનો બંધ રહેશે. આ મુદ્દે ફોસ્ટા(FOSTTA), મર્કન્ટાઈલ એસોસિએશન અને સાઉથ ગુજરાત ટેક્ટાઈલ ટ્રેડર્સ એસોસિએશન(Traders Association) દ્વારા બંધનું એલાન કરવામાં આવ્યું છે.

કાપડના સંગઠનોએ કેન્દ્રીય નાણામંત્રી, કોમર્સ મંત્રીને રજૂઆતો કરવા છતાં સરકારે કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા કરી નથી. જેથી આગામી સમયમાં આંદોલનના પગલા ભરવામાં આવશે. ફોસ્ટા દ્વારા લેટર જારી કરીને ટ્રેડર્સને ૩૦મીએ દુકાન બંધ રાખવા માટે આહવાન કરવામાં આવ્યું છે.

સરકાર સુધી વાત પહોંચાડવા માટે બંધ: ફોસ્ટા પ્રમુખ મનોજ અગ્રવાલે કહ્યું છે કે, કોઈ નિર્ણય ન લેવામાં આવતા સરકાર સુધી અમારી વાત પહોંચાડવા કાપડ માર્કેટ બંધનું એલાન કરવામાં આવ્યું છે. એક દિવસના બંધ પછી આગળ શું કરવું તેની આગામી સમયમાં રણનીતિ તૈયાર કરવામાં આવશે. જેને કારણે આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *