કાળમુખો બન્યો રક્ષાબંધનનો દિવસ: અકસ્માતની ત્રણ ઘટનામાં ચાર બહેનોએ ગુમાવ્યો એકનો એક ભાઈ

સમગ્ર રાજ્યમાં માર્ગ અકસ્માતનો સિલસિલો યથાવત રહ્યો છે ત્યારે તહેવારના દિવસ પણ ટ્રાફિકજામને કારણે અથવા તો અન્ય કોઈ કારણસર અકસ્માત સર્જાતો હોય છે ત્યારે હાલમાં પણ આવી જ અકસ્માતની ઘટના સામે આવી છે. રાજ્યના દાહોદ જિલ્લામાં 3 અલગ-અલગ માર્ગ અકસ્માતની ઘટનામાં કુલ 4  લોકો કાળનો કોળિયો બની ગયા હતા.

એક મહિલા સહિત 2 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થતા તેઓને સારવાર માટે પાસેના દવાખાને લઈ જવામાં આવ્યા હતા. ગરબાડા તાલુકામાં આવેલ આમલી ખજુરિયાના જાનુભાઈ દલાભાઈ મિનામાં તથા તેમની પત્ની ટીનાબેન બાઇક લઇ દાહોદ આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં ડોકી ગામમાં પૂર ઝડપે આવી રહેલ અજાણ્યા પીકઅપના ચાલકે જાનુભાઈ મીનામાની બાઇકને અડફેટે લેતા બંને પતિ-પત્નીને ગંભીર ઈજા પહોંચતા જાનુભાઈ મિનામાંનું ઘટનાસ્થળ પર મોત થયું હતું.

બીજી ઘટનામાં ઝાલોદ તાલુકામાં આવેલ ચિત્રોડીયા ગામના દિનેષભાઈ કાળુભાઈ કટારા બાઇક લઈને ઝાલોદ શાકભાજી લેવા માટે ગયા હતા. આ સમયે સામેથી અન્ય બાઇકના ચાલકે અડફેટે લેતા દિનેશભાઈ ફંગોળાઈને પટકાઈ જતા ગંભીર ઇજાઓ પહોંચતાં ઘટનાસ્થળે મોત થયું હતું.

જયારે ત્રીજી ઘટનામાં લીમખેડા તાલુકામાં આવેલ દાભડા ગામમાં ઇન્દોર-અમદાવાદ હાઈવે પર આઈસર ટેમ્પો ચાલકે બુલેટને અડફેટમાં લઇ અકસ્માત કરી લીમખેડાના શિવરામ વીરસીંગભાઈ નિનામા, ઇશ્વરભાઇ ભયલાભાઇ નીનામા તથા ધર્મેશભાઈ ત્રણેય યુવકો ફંગોળાઇ ગયા હતા.

જેમાં શિવરામભાઈ તથા ઈશ્વરભાઈનું ઘટનાસ્થળ પર કમકમાટી ભર્યું મોત થયું હતું ત્યારે ધર્મેશભાઈને શરીરે ઈજાઓ પહોંચતા તેઓને સારવાર માટે પાસેના દવાખાને લઈ જવામાં આવ્યા હતા. અકસ્માતના બનાવ સંદર્ભે સંબંધીત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસ દ્વારા ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *