ફક્ત 5 વર્ષીય સિંહબાળનું માલગાડી અડફેટે આવતા થયું કરુણ મોત- ટુકડે ટુકડા માર્ગમાં વિખેરાયા

હાલમાં એક સમાચાર સામે આવ્યા છે. પીપાવાવ પોર્ટમાં દોડતી માલગાડીઓ અહીના સાવજો માટે ખુબ જીવલેણ સાબિત થઇ રહી છે. ગઇરાત્રે પણ પીપાવાવથી લઈને સુરેન્દ્રનગર તરફ જતી એક માલગાડીએ સાવરકુંડલામાં આવેલ ખડકાળા પાસે 5 વર્ષીય સાવજના ટુકડે ટુકડા કરી નાખ્યાં હતા. વનતંત્ર દ્વારા ટ્રેનના ડ્રાઇવર સામે કોઇ પગલા લેવામાં આવ્યા નથી.

ભુતકાળમા અનેક સાવજો માટે મોતનો ટ્રેક બનેલ સુરેન્દ્રનગર પીપાવાવ રેલ ટ્રેક વધારે એક ડાલામથ્થા સાવજને ભરખી ગયો છે. ગઇરાત્રે 9:30 વાગ્યાની આસપાસ સાવરકુંડલા તાલુકાના ખડકાળા ગામ પાસે 50 નંબરના રેલ ફાટક પાસે અંદાજે 5 વર્ષની ઉંમરનો એક સિંહ રેલવે ટ્રેક પર હતો.

આ દરમિયાન પીપાવાવ તરફથી ધસમસતી આવતી ડબલ ડેકર ગુડસ ટ્રેને આ સિંહને કચડી નાખ્યો હતો. માલગાડી નીચે આવી જતા સિંહના ટુકડેટુકડા થઇ ગયા હતા. ત્યારપછી અહીં માલગાડી રોકી દેવામાં આવી હતી. વનતંત્રને જાણ થતા સ્થાનિક આરએફઓ સ્ટાફ સાથે અહી પહોંચી ગયા હતા.

સિંહના અવશેષોને ભેગા કરી પોસ્ટમોર્ટમ અર્થે ધારીના એનીમલ કેર સેન્ટરમાં લઈ જવામા આવ્યાં હતા. રાત્રીના વરસાદી માહોલમા આ ઘટના સર્જાઈ હતી. અહી 2 વાગ્યા સુધી આ ટ્રેનને રોકી રાખીને બાદમા રવાના કરી દેવામાં આવી હતી. જો રસ્તા પર કોઇ વાહન ચાલક સિંહને હડફેટે લે તો વનતંત્ર ગુનો દાખલ કરી ચાલકની ધરપકડ કરતા હોય છે.

જયારે ટ્રેન હેઠળ સિંહ કચડાઇ જાય તથા મોતને ભેટે તો પણ વનતંત્ર દ્વારા ચાલક વિરુદ્ધ કોઇ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી. રેલકર્મીઓને આવી કાર્યવાહીનો ભય ન હોય ઘણીવાર આવી ઘટના સર્જાતી હોવા છતાં રેલવે દ્વારા તેને અટકાવવા કોઇ ઉચિત પગલા લેવાયા નથી.

માલગાડી અડફેટે અત્યાર સુધીમાં 10થી વધુ સાવજોનાં મોત:
આ ટ્રેક પર અત્યાર સુધીમા 10થી વધારે સાવજો કચડાઇ ચુકયા છે ત્યારે ભુતકાળમા 3 સાવજો તેમજ રામપરા પાસે 2 સાવજો કચડાયા હતા. આની ઉપરાંત રાજુલા પંથકમા તેમજ સાવરકુંડલા પંથકમા પણ માલગાડી નીચે સાવજો કચડાયાની ઘટના બની ચુકી છે.

ડ્રાઇવરે સિંહને જોતાં ટ્રેનને બ્રેક લગાવી છતાં કચડાયો : RFO
સાવરકુંડલાના RFO ભાટીયા જણાવે છે કે, આ ટ્રેન પીપાવાવ પોર્ટ પરથી આવી રહી હતી તેમજ સિંહ ટ્રેક પર આવતા ટ્રેનના ચાલકે બ્રેક મારવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આમ છતા આ સિંહ ટ્રેન હેઠળ કચડાઈ ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *