લગ્નના તાંતણે બંધાઈ એ પહેલા જ યુવકે પંખે લટકી કરી લીધો આપઘાત- કારણ જાણીને પગ તળે જમીન સરકી જશે

સુરત(Surat): શહેરના નાનપુરા(Nanpura) સુથાર મહોલ્લામાં એક યુવકે બનેવીના જન્મ દિવસના દિવસે જ ઘરમાં ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.…

સુરત(Surat): શહેરના નાનપુરા(Nanpura) સુથાર મહોલ્લામાં એક યુવકે બનેવીના જન્મ દિવસના દિવસે જ ઘરમાં ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. આત્મહત્યા કરી લેનાર યુવકે બનેવીના જન્મદિવસે(Birthday) હોટલમાં જમવાનું આયોજન કર્યું હતું અને પોતાની ફિયાન્સીને પણ આમંત્રિત કરી હતી. જો કે તે ન આવતાં શાહનવાઝ પણ હોટલમાં જમવા ગયો નહોતો. પછી ઘરે એકલતાનો લાભ લઈ શાહનવાઝે આત્મહત્યા કરી લીધી હતી. શાહનવાઝની 8 મહિના અગાઉ જ સગાઈ થઈ હતી. એકના એક ભાઈને પતિના જન્મ દિવસે જ પંખા સાથે લટકતો જોઈને બહેન પણ હિબકે ચડી હતી.

વકીલને ટાઈપિસ્ટનું કામ કરતો હતો:
પરિવારે વધુમાં જણાવતા કહ્યું હતું કે, શાહનવાઝ વકીલને ત્યાં ટાઈપીસ્ટ તરિકે નોકરી કરતો હતો. 20 વર્ષની ઉંમરે જ શાહનવાઝ ઘરમાં આર્થિક રીતે પરિવારને મદદરૂપ થતો હતો. એકની એક બહેન અને ભાણી સાથે ખૂબ જ લાગણી અને પ્રેમ હતો. ગુરુવારના રોજ તેની બનેવીનો જન્મ દિવસ હતો. એટલે આખા પરિવાર દ્વારા સાંજનું ભોજન હોટેલમાં કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે શાહનવાઝે ફિયાન્સીને બોલાવવાની તેની બહેન સામે ઈચ્છા વ્યક્ત કરી હતી.

ત્યારે સાંજના રોજ બહેને થનારી ભાભીને ફોન કરી પાર્ટીમાં આવવા માટે આમંત્રણ આપ્યું હતું. જોકે પરિવારે કોઈ કારણસર ન આવી શકે એમ કહ્યું હોવાની માહિતી મળતા શાહનવાઝ નિરાશ થઈ ગયો હતો. છતાં એણે ફિયાન્સીને જમવાનું પાર્સલ પહોંચાડી દેવાની વાત તેની બહેનને કરી હતી. ત્યારબાદ ફિયાન્સીએ હું નહિ આવી શકું તમે જઇ આવો તેવું કહીને ફોન કટ કરી નાખ્યો હતો. જોકે રાત્રે હોટેલમાં ભોજન કરી પરિવાર ઘરે આવતા શાહનવાઝએ ઘરનો દરવાજો ખોલ્યો ન હતો. આ દમ્રિયન એક બાળકને જાળીમાંથી અંદર ઉતારી દરવાજો ખોલાવતા બહેન-બનેવી અને ભાણીને શાહનવાઝ ગળા ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. હાલમાં અઠવા પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *