હોળીના પવિત્ર દિવસે ભરખી ગયો ‘કાળ’ -બસ અને કાર ધડાકાભેર અથડાતા એકસાથે ત્રણ લોકોના મોત

બરેલી: દિવસેને દિવસે અકસ્માતની(Accident) સંખ્યા ખુબ જ વધતી જાય છે. આ અકસ્માતોમાં જ જાણે કેટલાય લોકોના અકાળે મૃત્યુ થતા હોય છે. હાલમાં એવા જ એક અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. મળેલી માહિતી અનુસાર, ઉત્તર પ્રદેશના(Uttar Pradesh) બદાયુંમાં(Badaun) બુધવારે બપોરે મજુરિયા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના માટુકલી ગામ(Matukali village) પાસે પેસેન્જર બસ(Passenger bus) અને કાર(car) વચ્ચે ખુબ જ ભયાનક અકસ્માત સર્જાયો હતો.

અહેવાલો અનુસાર, બદાયું ડેપોમાં મુસાફરોથી ભરેલી બસ એક ભાડાની કાર સાથે અથડાઈ હતી. આ અથડામણ દરમિયાન ઓછામાં ઓછા ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે અને અન્ય 14 ઘાયલ થયા છે. ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં તેમની સારવાર કરવામાં આવી. પોલીસને માહિતી મળતા જ ઘટનાસ્થળે પહોંચી, મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે.

મૃતકોની ઓળખ બલવીર (42), ટીપલ્લુ (45) તરીકે કરવામાં આવી છે. એક રીપોર્ટ અનુસાર, મૃતકો બરેલી જિલ્લાના હજરતપુર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના જમાલપુર ગામના રહેવાસી હતા. જ્યારે કાર ચાલકની હજુ સુધી ઓળખ થઈ નથી. તપાસમાં જાણવા મળ્યું કે આ કારમાં સાત લોકો સવાર હતા, જેઓ હોળી માટે દિલ્હીથી પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન તેઓનું મોત નીપજ્યું અને અન્ય ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *