મેષ:માનસિક અને શારીરિક રીતે તમે પોતાને તણાવમુક્ત અનુભવ કરશો. આ સમયે તમારા લક્ષ્ય અને કાર્ય પ્રત્યે પ્રાથમિકતા રહેશે. કોઇ જમીન, સંપત્તિની ખરીદારી સંબંધિત રૂપરેખા પણ બનશે. સંતાન સંબંધિત કોઇ વાતને લઇને ઘરના વાતાવરણમાં નિરાશા છવાયેલી રહેશે.એકબીજાના સહયોગ દ્વારા સમસ્યાઓ ઉકેલાઇ જશે. જોખમી કાર્યોથી દૂર રહો.
વૃષભ:તમે જે અટવાયેલાં કાર્યોના કારણે પરેશાન હતાં, આજે તે કાર્ય સરળતાથી પૂર્ણ થઇ જશે. ઘરની સજાવટ અને સુધારમાં સમય વ્યતીત થશે. કોઇ સમારોહમાં જવા મળી શકે છે. જ્યાં તમારું વર્ચસ્વ વધશે. આવકની અપેક્ષા ખર્ચ વધારે રહેશે. કોઇ મિત્રની સલાહ તમારા માટે નકારાત્મક સાબિત થશે. જેથી તમારે તમારી જ ક્ષમતા ઉપર વિશ્વાસ રાખવો.
મિથુન:કોઇ પ્રતિષ્ઠિત વ્યક્તિ સાથે જોડાવાનો અવસર પ્રાપ્ત થશે. ધાર્મિક ક્રિયાઓમાં પણ વ્યસ્ત રહી શકો છો. મિત્રોનો સાથ ભાગ્યોદયકારક સાબિત થઇ શકે છે. કોર્ટ કેસની સ્થિતિ તમારા પક્ષમાં રહેશે. તમારા વિરોધીઓની ગતિવિધિઓને નજરઅંદાજ કરશો નહીં. આ સમયે તમે કોઇ ષડયંત્રના શિકાર થઇ શકો છો. આર્થિક રોકાણ સંબંધિત નિર્ણય સમજી-વિચારીને લેવાં.
કર્ક:પરિવાર સાથે ઘર સંબધિત વસ્તુઓની ખરીદારીમાં સમય વ્યતીત થશે. આજે મનોરંજનભર્યું વાતાવરણ રહેશે. તમે વ્યવસાય તથા પારિવારિક જીવનમાં સારું તાલમેલ જાળવી રાખશો. તમારા વિરોધીઓની ગતિવિધિઓ ઉપર નજર રાખો. તમે કોઇ ષડયંત્રનો શિકાર બની શકો છો. વિદ્યાર્થી વર્ગે અભ્યાસમાં વિઘ્નોનો સામનો કરવો પડી શકે છે.
સિંહ:દિવસની શરૂઆત જ ખૂબ જ સુખદ રહેશે. થોડું નવું કરવાની તમારી ઇચ્છા પૂર્ણ થશે. ભાગ્ય પ્રબળ છે. તમારા કાર્યો પ્રત્યે તમારો ઉત્સાહ તમને અવશ્ય જ સફળ બનાવશે. ઉતાવળમાં લીધેલો કોઇ ખોટો નિર્ણય તમારા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. વધારે રોક-ટોકના કારણે બાળકો વિદ્રોહી બની શકે છે. તમારી વાતોને તમારે શાંતિથી સમજાવવી જરૂરી છે.
કન્યા:આ દિવસ સંપત્તિદાયક રહેશે. થોડાં સમયથી મનમાં ચાલી રહેલાં અનેક સવાલો દૂર થશે. તમારા નજીકના લોકો સાથે મુલાકાત થવાથી સુખ પ્રાપ્ત થશે. મોટાભાગના કામ સમયે પૂર્ણ થઇ જશે. ઘરમાં બાળકની કોઇ નકારાત્મક ગતિવિધિઓને લઇને ક્લેશનું વાતાવરણ બની શકે છે. સરકારી કામમાં કોઇપણ પ્રકારનું દખલ કરશો નહીં. વારસાગત સંપત્તિ સંબંધિત કોઇ મામલે ગેરસમજ વધશે.
તુલા:તમારી પરેશાનીઓમાં નજીકના સંબંધીઓનો પૂર્ણ સહયોગ રહેશે. જેના કારણે તમને તણાવમાંથી ઘણી રાહત અનુભવ થશે. કોઇ મહત્ત્વપૂર્ણ કાર્યની શરૂઆત માટે આજનો દિવસ ઉત્તમ છે. વિરોધી સક્રિય થઇને તમારા કામમાં વિઘ્ન ઊભું કરી શકે છે. ખોટાં ખર્ચ કરવાથી બચવું. પારિવારિક ગતિવિધિઓ ઉપર વધારે અનુશાસન રાખવું તેમને પરેશાન કરી શકે છે.
વૃશ્ચિક:લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતા અને તણાવથી આજે તમને થોડી રાહત મળશે. વીમા, રોકાણ જેવી આર્થિક ગતિવિધિઓમાં વ્યસ્તતા રહેશે. સંપત્તિ સંબંધી વિવાદ કોઇ ત્રીજા વ્યક્તિની મદદથી ઉકેલાઇ જશે. આર્થિક પક્ષમાં વધારે સુધાર થશે નહીં. કાર્યોમાં મોડું થવાથી અને વિઘ્નોના કારણે મૂડ ખરાબ થઇ શકે છે. દુશ્મન અને વિરોધીઓની ગતિવિધિઓને નજરઅંદાજ કરશો નહીં.
ધન:તમે તમારી આજુબાજુની ગતિવિધિઓથી તમારું ધ્યાન હટાવીને આત્મ કેન્દ્રિત થવાનો પ્રયત્ન કરશો. જેના દ્વારા તમને શાંતિ અને તણાવથી મુક્તિ મળશે. આજે નવા કામની શરૂઆતની યોજના બનશે. આત્મ કેન્દ્રિત થવાના કારણે નજીકના સંબંધોમાં અંતર વધશે. જેના કારણે તમારે તેમની નિરાશા સહન કરવી પડશે. આધ્યાત્મિક ગતિવિધિઓમં તમારું ધ્યાન કેન્દ્રિત કરવાના કારણે તમારા મહત્ત્વપૂર્ણ કામ અટકી શકે છે.
મકર:આજે તમારે તમારા કામની પૂર્ણ ચૂકવણી પ્રાપ્ત થશે. લોકો સાથે મુલાકાત કરવા તથા સામાજિક સક્રિયતા વધારવામાં તમને સફળતા મળશે તથા આવકમાં પણ વૃદ્ધિ થશે. વધારે સમજવા કે વિચારવાના કારણે થોડી ઉપલબ્ધિઓ હાથમાંથી સરકી શકે છે. તરત નિર્ણય લઇને તમે તમારું કામ શરૂ કરો. બિનજરૂરી યાત્રાઓ કરશો નહીં.
કુંભ:તમારી આદતો અને દિનચર્યામાં આશ્ચર્યજનક સુધાર આવી શકે છે. સમાજમાં તમારી યોગ્યતા અને આવડતના વખાણ થશે. વીમા, રોકાણ જેવી આર્થિક ગતિવિધિઓમાં વ્યસ્તતા રહેશે. અન્ય લોકોના ઝઘડામાં દખલ કરશો નહીં નહીંતર મોંઘું પડી શકે છે. થોડાં બિનજરૂરી ખર્ચ પણ સામે આવશે. પ્રોપર્ટી સંબંધિત કોઇ મુદ્દાને લઇને ઝઘડો થઇ શકે છે.
મીન:આજે તમે બુદ્ધિ બળ અને ચતુરાઈથી એક-એક સમસ્યાનું સમાધાન ખૂબ જ સરળતાથી પ્રાપ્ત કરશો. તમને તમારા પ્રયાસોને લઇને મનમાં સંતોષ રહેશે. વિનમ્રતા અને સૌમ્યતાથી ફસાયેલ રૂપિયા કાઢવામાં પણ સફળતા પ્રાપ્ત થશે. કોઇ ઈર્ષ્યાની ભાવનાથી તમારી આલોચના અને નિંદા કરી શકે છે. એટલે થોડું સાવધાન રહેવું જરૂરી છે. મહિલા વર્ગને સાસરિયા પક્ષથી કોઇ પ્રકારની ફરિયાદ રહી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews