સુરતમાંથી ફરીવાર મોટા પ્રમાણમાં તાડપત્રીની આડમાં છુપાવીને લાવવામાં આવતો ગાંજો ઝડપાયો 

સુરત(ગુજરાત): આજકાલ રાજ્યમાં દારૂ અને ગાંજાની હેરાફેરી કરતા બુટલેગરોને પોલીસ દ્વારા સતત પકડી પાડવામાં આવી રહ્યા છે. ત્યારે વધુ એક વાર સુરત જિલ્લામાંથી મોટો પ્રમાણમાં ગાંજો ઝડપી પાડવામાં આવ્યો છે. જાણવા મળ્યું છે કે, સુરત એલ.સી.બી અને એસ.ઓ.જી દ્વારા રેડ પાડવામાં આવતા ગાંજો ઝડપી પાડવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, માણેકપોર ગામ નજીક સહયોગ હોટેલના કમ્પાઉન્ડમાં ઉભેળ આઇસર ટેમ્પોમાંથી ગાંજો મળી આવ્યો હતો. આ ગાંજો તાડપત્રીની આડમાં છુપાવીને લઇ જવામાં આવતો હતો. ત્યારે એલ.સી.બી અને એસ.ઓ.જી દ્વારા રેડ પાડવામાં આવતા ગાંજો ઝડપાઈ ગયો હતો.

જાણવા મળ્યું છે કે, એલ.સી.બી દ્વારા બે આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે અને બેને વોન્ટેડ જાહેર કરવામાં અવાય છે. આ ઉપરાંત, એલ.સી.બીએ ટેમ્પો,  661 કિલો ગાંજો, 28 હજાર રૂપિયા રોકડા મળી કુલ 73 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *