સુરત શહેરમાં દિવસેને દિવસે લુખ્ખાતત્વો આને ગુંડાઓનો આતંક વધી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી કેટલાય કિસ્સાઓ પ્રકાસમાં આવ્યા છે. ખુલ્લેઆમ સુરત શહેરમાં કોની ક્યારે હત્યા થઇ જાય છે એની જાન કોઈને પણ નથી. ખુલ્લેઆમ બજારોમાં હથિયાર લઈને રખડતા લુખ્ખાતત્વોની તસ્વીરો ઘણીવાર સામે આવી છે. આવા સમય વચ્ચે ફરીએકવાર સુરત શહેરના એક વિસ્તારમાં ‘ખૂની ખેલ’ ખેલાયો છે. સુરત (Surat) શહેરમાંથી સામે આવ્યો છે. ડિંડોલી વિસ્તારમાં એક યુવકને ચપ્પુના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો.
સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં આવેલી સોસાયટીમાં કમલેશ નામના યુવાનને જાહેરમાં ચપ્પુના ઘા ઝીંકીને ઘાકતી હત્યા કરવામાં આવી છે. જોકે, હત્યા કરીને થોડી જ મિનિટોમાં હત્યારાઓ ફરાર થઇ ગયા હતા. આ અંગે ડિંડોલી પોલીસે ગુનો દાખલ કરીને આરોપીની શોધખોળ શરૂ કરી છે. જોકે, પરિવારના આશાસ્પદ યુવાનનું કરૂણ રીતે મોત નીપજતા પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું છે.
મળતી માહિતી અનુસાર, સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા ગાયત્રી નગરમાં કમલેશ નામનો યુવાનની જાહેરમાં ઘાતકી હત્યા કરવામાં આવી છે. કમલેશની કોઈ અંગત અદાવતમાં ચપ્પુના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. ઉપરાછાપરી ઘા કરવાને કારણે યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જોકે, હત્યારા આ ઘાતકી હત્યાને અંજામ આપીને જોતજોતામાં ફરાર થઇ ગયા હતા.
View this post on Instagram
ધોળા દિવસે યુવકની હત્યા થતા સમગ્ર વિસ્તરમાં ચકચાર મચી જવા પામી છે. ઘટનાની જાણકારી મળતા પોલીસે તાત્કાલિક બનાવવાળી જગ્યા પર દોડી આવીને આ મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી. મૃતક યુવાન કમલેશની કોને અને કયા કારણે હત્યા કરી છે તે હજી સામે આવ્યું નથી. પોલીસે આરોપીને પકડી પાડવાની કવાયત હાથ ધરી છે. આ વિસ્તારમાં સતત જાહેરમાં હત્યાની આ પહેલી ઘટના નથી બની ત્યારે આ યુવાની હત્યાને લઈને સમગ્ર વિસ્તરામ લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો છે.
અત્રે ઉલેખનીય છે કે, થોડા દિવસ પહેલા કતારગામ વિસ્તારમાં આવેલ નંદનવન સોસાયટીમાં રહેતા જયેશભાઈ પ્રજાપતિ બનેવી અને મહેશભાઈ પ્રજાપતિ ભાગીદારીમાં સાડીમાં સ્ટોન સહિતના વર્કનું કામકાજ કરતા હતા. બનેવી મહેશભાઈ તેની બહેનને ત્રાસ આપતા હોવાથી બંને પતિ-પત્ની વચ્ચે છેલ્લા ઘણા સમયથી ઝઘડા ચાલતા હતા અને તેને લઈને પત્ની સાથે છુટાછેડા લીધા હતા. છુટાછેડા લઇને એક વર્ષથી ચાલી રહેલા વિવાદને લઈને બનેવીએ સાળાની હત્યા કરી નાખી હોવાનું સામે આવ્યું છે. મંગળવારની સાંજે મહેતાનો પરિવાર પિયરમાં રહેતી પ્રીતિ ને મળવા આવ્યા હતા અને છૂટાછેડાની વાત લઈને ઝઘડો થયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.