મોતની ચીચીયારીઓથી ગુંજી ઊઠ્યો મોડાસા હાઈવે… બુલેટ-કારની જોરદાર ટક્કરમાં ત્રણ લોકોનો છુંદો બોલી ગયો

આજકાલ વાહનોની ઓવર સ્પીડને કારણે દિવસેને દિવસે અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. અકસ્માતમાં નિર્દોષ વાહન મોત નિપજતા હોય છે. કોઈક બીજાની ભૂલને લીધે વાહન ચાલકો સજા ભોગવે છે. આવા અકસ્માતના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે અનેક લોકો પોતાનું જીવન ટૂંકાવે છે.

આવી જ એક દર્દના અકસ્માતની ઘટના મોસડા તાલુકામાં આવેલા રાસલપુર પાસેથી સામે આવી છે. આ અકસ્માતમાં કારચાલકે સામેથી આવી રહેલી બુલેટને ટક્કર મારી હતી. આ ગંભીર અકસ્માતમાં બુલેટમાં સવાર ચાર લોકો પૈકી ત્રણ લોકોના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા છે.

જ્યારે એક બાળકીને ખૂબ જ ગંભીર ઈજા થઈ છે હાલ બાળકીને 108ની મારફતે સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી છે. આ અકસ્માત મોડાસા તાલુકામાં આવેલા રાસલપુર પાસે સર્જાયો હતો. લગભગ સવારે 9:00 વાગ્યાની આસપાસ રાસલપુર ગામના એક વ્યક્તિ તેમના પરિવાર સાથે બહાર જવા માટે નીકળ્યો હતો.

ત્યારે રાસલપુરથી આગળ એક પુરૂપાટ ઝડપે આવતી કારે સામેથી આવતી બુલેટની જોરદાર ટક્કર મારી હતી. આ બુલેટમાં નાના બાળકો સહિત ચાર લોકો સવાર હતા ટક્કર એટલી જોરદાર હતી કે, ચાર પૈકી ત્રણ લોકોના મોત ઘટના સ્થળે જ થઈ ગયા હતા.

ત્યારે એક બાળકીને અકસ્માતમાં ખૂબ જ ગંભીર ઈચ્છા થઈ છે અને તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી છે. જ્યારે આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થઈ ત્યારે પોલીસ તરત જ તેની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને સમગ્ર મામલાને તપાસ કરીને કાર ચારક સામે ફરિયાદ નોંધણી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માતમાં મૃત્યુ પામેલા દેહને પીએમ માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યો છે. પરિવારના લોકોને ઘટના વિશે જાણ થઈ ત્યારે તેઓ તરત જ ઘટના કરે પહોંચ્યા હતા અને રોડ પર હૈયાફાટ રુદન કર્યું હતું. પરિવારમાં એક સાથે ત્રણ લોકોના મોતથી પરિવારમાં દુઃખનું આભ તૂટી પડ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *