ગૃહ મંત્રી હર્ષ સંઘવીને પટેલ દંપતીએ શા માટે ગણાવ્યા કૃષ્ણ અવતાર? વાંચો ઈરાનમાં બનેલી ઘટના વિશે

Harsh Sanghavi called as Shree Krishna after he helped Ahmedabad couple traped in Iran: ગેરકાયદેસર રીતે અમેરીકા જવા ઈચ્છતા લોકો માટે એક દર્દનાક ઘટના સામે…

Harsh Sanghavi called as Shree Krishna after he helped Ahmedabad couple traped in Iran: ગેરકાયદેસર રીતે અમેરીકા જવા ઈચ્છતા લોકો માટે એક દર્દનાક ઘટના સામે આવી છે. જેમાં અમદાવાદના (Ahmedabad couple going to America kidnapped in Iran) નરોડાના પટેલ દંપત્તિનુ અમેરીકા પહોંચતા પહેલા જ અપહરણ થઈ જાય છે. તેમજ પંકજકુમાર ભરતભાઈ પટેલ નામના આ યુવાનને ઉંધો સુવડાવી તેના પર બ્લેડના અસંખ્ય ઘા મારવામાં આવે છે. લોહી નિકળતી હાલતમાં આ યુવાન દર્દથી તડપી રહ્યો છે. રડતા રડતા પોતાના ભાઈને કહે છે કે, ભાઈ મુજે માર દેંગે…પૈસે ડાલો જલ્દી સે જલ્દી પૈસે ડાલો…મુજે માર દેંગે.

પીડીતોએ ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી અને બિન નિવાસી ગુજરાતીઓની બાબત ના મંત્રી તરીકે જવાબદારી વહાવનાર હર્ષ સંઘવીને (Harsh Sanghavi) આ વાત પહોંચાડી હતી અને એક ભાવુક મેસેજ મોકલ્યો છે. જેમાં કહેવાયું છે, ” Dear હર્ષભાઇ સાહેબ આપનો માનિયે તેટલો ઓછો આભાર છે. તમે અમારા માટે આ અષાઢી બીજે શ્રી કૃષ્ણ થઈ ને આવ્યા” આ ઘટના શું હતી? જાણો આગળ…

પકંજ પટેલના ભાઈ સંકેત પટેલે આ બનાવની જાણ કૃષ્ણનગર પોલીસને કરી દીધી હતી. જેમાં પોલીસને જણાવાયુ છે કે, તેના ભાઈ-ભાભીએ ગાંધીનગર ખાતે એક એજન્ટ સાથે રૂપિયા 1.15 કરોડમાં ગેરકાયદેસર અમેરિકા જવાનો સોદો નક્કી કર્યો હતો. એજન્ટે એવુ કહ્યું હતું કે,તેના ભાઈ ભાભીને પહેલા હૈદરાબાદ લઈ જવાશે અને ત્યાંથી બીજો એજન્ટ તેમને વાયા, દુબઈ, ઈરાન થઈને અમેરિકા મોકલશે. અમેરિકા પહોંચતા પહેલા જ તેના ભાઈ ભાભીનુ ઈરાનમાં અપહરણ થયાની આશંકા છે.

પંકજ પટેલને હેરાન કરતા વીડિયોની ક્લિપિંગ અને મેસેજ તેમના પરિવારના લોકોને મોકલવામાં આવ્યા છે. શરૂઆતમાં પકંજ પટેલ અને તેમના પત્ની કોઈ હોટલના સ્વીમિંગ પૂલની નજીક ઉભા છે અને અમેરિકા જઈ રહ્યા હોવાનુ જણાવે છે. બીજા વીડિયોમાં પકંજ પટેલને બાથરૂમમાં ઉંધો સુવડાવીને તેમના પીઠ પર બ્લેડ વડે ઉપરાઉપરી અસંખ્ય ઘા મારવામાં આવે છે.પંકજ પટેલ રડતા રડતા હિન્દીમાં કહે છે કે, જલ્દીથી પૈસા મોકલી આપો નહીતર આ લોકો મને મારી નાખશે.

ત્યારપછી અપહરણકર્તા પંકજને ચુપ કહેવાનુ કહીને પોતે હિન્દીમાં મેસેજ આપે છે કે પૈસા નહી ડાલો ગે તો ખુદા કી કસમ હમ ઈસકે ગુર્દાક નિકાલ કર બેચ દેંગે પૈસા ડાલો આગે આપકી મરજી. પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લઈને યુવાન પટેલ દંપતિને કઈ રીતે બચાવી શકાય તે માટેના પ્રયાસો હાથ ધર્યા છે. સરકારે પણ આ સંદર્ભમાં તુરંત જ કાર્યવાહી કરે એવી પરિવારના લોકોએ માંગણી કરી છે.

પંકજ અને નિશાના પરિવારજનોએ જણાવતા કહ્યું કે, અમારા પુત્ર પંકજ, પુત્રવધુ નિશાને ઇરાનના તહેરાનમા ગોંધી રાખી, ખંડણી માંગ્યાની જાણ રવિવારની રાતે નવેક વાગ્યાની આસપાસ એક વોટ્સેપ મેસેજથી ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવી સાહેબને કરી હતી. તેઓ રથયાત્રાના બંદોબસ્ત, સુરતના યોગ દિવસ સહિતના કાર્યક્રમોની તૈયારીમા હતા. છતાંય રવિવારની રાતથી સોમવારની રાત એમ બબ્બે રાતના ઉજાગરા વેઢીને તેમણે સતત અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની હાઈલેવલ ડેડીકેટેડ ટીમ દ્વારા તપાસ કરાવી, તેમણે જાતે જ Ministry of External Affairs; GOI, Central IB, RA&W, INTERPOL નો પણ સંપર્ક કર્યો અને ઇરાન ખાતેના ભારતીય દૂતાવાસ, તહેરાનમાં ડેપ્યુટી ચીફ ઓફ મિશન જહોન માઈનો સંપર્ક કરીને પંકજ અને નિશાને શોધવા મદદ માંગી હતી.

પીડીતોએ ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી અને બિન નિવાસી ગુજરાતીઓની બાબતના મંત્રી તરીકે જવાબદારી વહાવનાર હર્ષ સંઘવીને આ વાત પહોંચાડી હતી અને એક ભાવુક મેસેજ મોકલ્યો છે. જેમાં કહેવાયું છે, “Dear હર્ષભાઇ સાહેબ આપનો માનિયે તેટલો ઓછો આભાર છે. તમે અમારા માટે આ અષાઢી બીજે શ્રી કૃષ્ણ થઈ ને આવ્યા”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *