રમતી વખતે દોઢ વર્ષીય માસુમનું કુકરમાં ફસાઈ ગયું મોઢું, બે કલાકની જહેમત બાદ ડોકટરોને મળી સફળતા- જુઓ વિડીયો

હાલમાં એક એવી ઘટના સામે આવી છે કે, જેને જાણીને આપને ખુબ આશ્વર્ય થશે. આગ્રાના લોહમંડીના ખાટી પાડામાં રમતી વખતે દોઢ વર્ષના બાળકનું માથું કૂકરમાં અટકી ગયું હતું. બાળકની ચીસો સાંભળીને પરિવારના સભ્યો પહોંચી ગયા અને તરત જ તેને ડોક્ટર પાસે લઈ ગયા હતા. સતત 2 કલાકની મહેનત બાદ ડોક્ટરોની ટીમે કટર વડે કૂકર કાપીને બાળકને બચાવી લીધું. તેનો વીડિયો પણ સામે આવ્યો છે..

માતા સાથે નાનીના ઘરે આવ્યો હતો બાળક:
કોસી કલા મથુરાની રહેવાસી સુમૈલા તેના પુત્ર હસન રઝા સાથે આગ્રાના લોહામંડી ખાટીપાડામાં તેના મામાના ઘરે આવી હતી. શુક્રવારે હસને રમતી વખતે કૂકરની અંદર માથું મૂકી દીધું. જ્યારે તેનું માથું અટકી ગયું ત્યારે તેણે રડવાનું શરૂ કર્યું. પહેલા પરિવારના સભ્યોએ માથામાં અટવાયેલ કૂકર કાઢવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેને બહાર કાઢી શક્યા નહીં.

2 કલાકની મહેનત બાદ કૂકર કાપવામાં સફળતા મળી:
જ્યારે કૂકર બહાર ન આવ્યું ત્યારે પરિવારના સભ્યો બાળકને રાજમંડીની  ચેરિટેબલ હોસ્પિટલમાં લાવ્યા હતા. અહીં ડોક્ટરોએ બાળકને ઓપરેશન થિયેટરમાં લઈ જઈને કૂકર બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો પણ કૂકર બહાર આવ્યું નહીં. અંતે, ડોકટરોએ ગ્લાઇડર મશીનમાંથી કૂકર કાપી નાખ્યું. તેને 2 કલાક લાગ્યા. બાળકની માતાએ કહ્યું કે, તે આખી જિંદગી આવા ડોકટરોને ભૂલી શકતી નથી. તેમણે બાળકને નવું જીવન આપ્યું છે.

ડોક્ટરે કહ્યું: બાળક હલતું હતું, તેથી માથું કાઢવું મુશ્કેલ હતું:
હોસ્પિટલના ડોક્ટર ફરહત ખાને જણાવ્યું કે, જ્યારે બાળકને તેની પાસે લાવવામાં આવ્યું ત્યારે તે ખૂબ જ પરેશાન હતો. અમારી સામેં મુશ્કેલી એ હતી કે, અમે તેને બેભાન ન કરી શક્યા. કારણ કે, માથું અંદર અટવાઇ ગયું હતું. તે સતત ધ્રુજતો હતો અને રડતો હતો. માથું સૌથી નાજુક સ્થળ છે. આની માટે કૂકર કાપતી વખતે ઘણી કાળજી લેવી પડતી હતી. બાળક હવે સંપૂર્ણપણે સ્વસ્થ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *