Bhagavad Katha: બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થઈ રહેલા અત્યાચારનો ભારતમાં ખૂબ વિરોધ થઈ રહ્યો છે. આ દરમિયાન મધ્ય પ્રદેશના બેતુલમાં આવેલા બાલાજીપુરા મંદિરના સંસ્થાપકએ એક મોટી જાહેરાત કરી છે. સેમ વર્માએ કહ્યું છે કે જે કોઈ પણ કથા વાચક બાંગ્લાદેશ (Bhagavad Katha) જઈ ભાગવત કથાનું પાન કરાવશે તેને એક કરોડ રૂપિયા દક્ષિણા રૂપે આપવામાં આવશે. એટલું જ નહીં કથાવાચક અને તેમની સમગ્ર ટીમને બાંગ્લાદેશ આવવા જવા માટે બોઈંગ ચાર્ટર વિમાનની વ્યવસ્થા કરવામાં આવશે.
દેશના પાંચમાં ધામના નામથી પ્રખ્યાત બેતુલના બાલાજી પુરમ મંદિર સંસ્થાને એક ઐતિહાસિક જાહેરાત કરી છે. આ સંસ્થાના સંસ્થાપક એનઆરઆઇ સેમ વર્માએ જણાવ્યું કે કોઈપણ ભારતીય કથાવાચક, જે બાંગ્લાદેશમાં જઈ ભાગવત કથા આયોજિત કરશે તેને મંદિર પ્રશાસન ન ફક્ત એક કરોડ રૂપિયાની દક્ષિણા આપશે પરંતુ બાંગ્લાદેશમાં આવવા જવા માટે બોઈંગ ચાર્ટર પ્લેનની સુવિધા પણ આપશે.
આ જાહેરાત પાછળ બાલાજીપુરા મંદિર સંસ્થાન એ પોતાની ઈચ્છા પણ સ્પષ્ટ કરી છે. સેમ વર્મા અનુસાર સનાતન ધર્મ તમામ ધર્મ, માનવતા અને પ્રાણીઓની રક્ષા કરવાનું શીખવે છે. આજે બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાયની પરિસ્થિતિ એવી છે કે તેમને ભાગવત કથાના જ્ઞાનની સૌથી વધારે જરૂરિયાત છે.આ ઉપરાંત ભાગવત કથાની ટીમને બાંગ્લાદેશ મોકલવા માટે સરકારી સ્તરે જે કંઈ પણ કાર્યવાહી કરવાની થશે તે પણ બાલાજીપુરા મંદિર સંસ્થાન જાતે કરશે.
બાલાજીપુરમ મંદિરના સંસ્થાપક સેમ વર્માનું કહેવું છે કે ભાગવત કથા કેવળ ધાર્મિક અનુષ્ઠાન નથી. તે માનવતા અને શાંતિનો સંદેશ આપે છે. બાંગ્લાદેશમાં હાલની પરિસ્થિતિઓમાં સનાતન ધર્મનો આ સંદેશ પહોંચાડવો ખૂબ જરૂરી છે. અમે દરેક બનતા પ્રયત્નો કરવા માટે તૈયાર છીએ. અને ઈચ્છીએ છીએ કે બાંગ્લાદેશમાં સનાતન ધર્મનો આ સંદેશ પહોંચે. તેના માટે જે કાંઈ પણ સરકારી પ્રક્રિયા કરવાની થશે તે બધી જ અમે કરીશું.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App