સુરતમાં હાલમાં હાઇવે પર અકસ્માતની સંખ્યા સતત વધી રહી છે. અકસ્માત દરમિયાન લાખો લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે કોઈ બીજાની બેદરકારીથી માસુમ લોકો આનો ભોગ બને છે. ત્યારે સુરતના મગદલ્લા પાસે ટ્રક અને ટેમ્પો વચ્ચે ધડાકાભેર ટક્કર થતા 1નું મોત નીપજ્યું છે અને 7 લોકો ઘયલ થયા છે.
કેટરર્સના શ્રમિકો ભરેલો ટેમ્પો આગળ દોડતી ટ્રક પાછળ ઘુસી જ્યાં અકસ્માત સર્જાયો હોવાનું બહાર આવ્યું હતું. જોકે, અકસ્માત બાદ ઇજગ્રસ્તો તમામને તતાકાલિક અડાજણ-હજીરા 108ની મદદથી સિવિલ ખસેડાયા હતાં. જ્યાં હાલ તમામની હાલત સાધારણ હોવાનું જાણવા મળ્યું છે.
જાણવા મળ્યું છે કે, સુરતના મગદલ્લા પાસે ટ્રક અને ટેમ્પો વચ્ચે ધડાકાભેર ટક્કર થઇ હતી જેમાં એકનું મોત નીપજ્યું છે. આ ઉપરાંત 7 લોકો ઘયલ થયા છે. જેથી તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની જાણ પોલીસને કરતા ઇચ્છાપોર પોલોસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી છે.
View this post on Instagram
ઇજાગ્રસ્તોની યાદી
સમાધાન ભગવાન પાટીલ (ઉ.વ.આ.27)
મહેશ વિજય સિંગ ઠાકરે (ઉ.વ.આ.22)
વિનીત લબુસિંગ (ઉ.વ.આ.32)
સંતોષ સોહનલાલ સવિકર (ઉ.વ.આ.40)
પાયલ મગુલાલ રાઠોડ (ઉ.વ.આ.14)
સંગીતા બાબુભાઇ રાઠોડ (ઉ.વ.આ.25)
અત્રે ઉલેખનીય છે કે, આજરોજ આવી જ એક ઘટના નેશનલ હાઇવે નંબર-48 પર આવેલા માંડવા ટોલ પ્લાઝા નજીક મોડી રાત્રિએ કોઈ અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન આઇશર ટેમ્પોને ટક્કર મારતા આઇશર ટેમ્પો ચાલક અમદાવાદના રહેવાસી સુભાષભાઈ નાગજીભાઈ ઠાકોર તેમજ ક્લીનર મહેશભાઈ નાગજીભાઈ ઠાકોર ઇજા થઇ હતી. જેમાંથી ચાલક સુભાષનું છાતીના ભાગે ગંભીર ઇજાઓ થતા તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું.
ઇજાગ્રસ્ત ક્લીનર મહેશભાઈને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ડોકટરે તેઓને મૃત્યુ જાહેર કર્યો હતો. ઘટના અંગે રોશન કુમાર બિપીનભાઈ પારેખ કે જેઓ નર્મદા ટોલ પ્લાઝામાં અધિકારી તરીકે ફરજ બજાવે છે. તેઓએ અજાણ્યા વાહન ચાલક વિરૂદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી ફરાર વાહન ચાલકની શોધખોળ શરુ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.