થોડાં દિવસ પહેલાં કાનપુરમાં થયેલ કુલ 8 પોલીસકર્મીની હત્યાના મુખ્ય આરોપી વિકાસ દુબે અને તેની ગેંગની સામે ઉત્તરપ્રદેશની પોલીસ હવે તાબડતોડ જ એક્શન લઈ રહી છે. હમીરપુરમાં વિકાસના અંગત અને રાઇટ હેન્ડ ગણાતા એવાં અમર દુબેના એન્કાઉન્ટર પછી પોલીસ દ્વારા હવે કાનપુરમાં વિકાસ દુબેની જ ગેંગનાં શ્યામુ બાજપાઈનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે. શ્યામુ પર કુલ 25,000નું ઇનામ આપવામાં આવ્યું છે. આ એન્કાઉન્ટરમાં શ્યામુ ખુબ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. મળતી માહિતી અનુસાર તેને હેલટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
કાનપુર શુટઆઉટના મુખ્ય આરોપી એવાં વિકાસ દુબે અને તેની ગેંગની સામે ઉત્તરપ્રદેશની પોલીસ હવે જબરદસ્ત એક્શન મોડમાં દેખાઈ આવે છે. આજે જ સવારે ગેંગસ્ટર વિકાસ દુબેના અંગત અમર દુબેને પણ પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર માર્યો હતો.
ઉત્તરપ્રદેશના હમીરપુરમાં પોલીસ સાથે થયેલ અથડામણમાં જ અમર દુબેનું મોત થયું હતું. ત્યારે ફરીદાબાદથી પોલીસે વિકાસ દુબેના અન્ય એક સાથી સહિત કુલ 3 લોકોની ધરપકડ પણ કરી છે. જ્યારે કાનપુરમાં એક વધુ સાથી શ્યામુ બાજપાઈ અથડામણમાં ગંભીર રીતે ઘાયલ થયો છે.
Kanpur: Vikas Dubey’s aide Shyamu Bajpai carrying a reward of Rs 25,000 has been arrested by Chaubeypur police following an encounter. pic.twitter.com/WxanOWuyp9
— ANI UP (@ANINewsUP) July 8, 2020
જો કે, હાલમાં પણ વિકાસ દુબેની કોઈ ખબર મળી નથી અને તે પોલીસ પકડથી ઘણો જ દૂર છે. પોલીસે ફરીદાબાદથી કુલ 3 લોકોની ધરપકડ કરી છે. ધરપકડ કરેલ લોકોના નામ શ્રવણ, અંકુર અને પ્રભાત જણાવવામાં આવી રહ્યું છે. આની સિવાય પોલીસને એક CCTV ફૂટેજ પણ મળી રહી છે. જેમાંથી દેખાઈ રહેલા એક શખ્સને વિકાસ બતાવવામાં આવી રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news