વિધાનસભા સામે જ યોજાયું CM રૂપાણી સહીત ભાજપના નેતાઓનું બેસણું- પોલીસ થઇ દોડતી

લોકડાઉન માં ઢીલ મૂકવમાં આવતા ની સાથે ફરી એક વખત આંદોલન થવાના ભણકારા વાગી રહ્યા છે.શિક્ષિત બેરોજગારો દ્વારા 6 જુલાઈના રોજ આંદોલનનો કાર્યક્રમ આપવામાં આવ્યો…

લોકડાઉન માં ઢીલ મૂકવમાં આવતા ની સાથે ફરી એક વખત આંદોલન થવાના ભણકારા વાગી રહ્યા છે.શિક્ષિત બેરોજગારો દ્વારા 6 જુલાઈના રોજ આંદોલનનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. પરંતુ પોલીસ દ્વારા સમગ્ર શહેરને કિલ્લેબંધીમાં ફેરવી દેવામાં આવ્યું હતું. ઉમેદવારોને પોતાના વતનમાંથી જ પોલીસ દ્વારા ડિટેઇન કરી લેવામાં આવ્યા હતા. ત્યારે તેના બીજા જ દિવસે એટલે કે આજે મંગળવારના રોજ આ શિક્ષિત બેરોજગારો દ્વારા રોડ ઉપર આશ્ચર્યજનક કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. જે બાબતે સરકારને ભનક સુધ્ધા લાગી નહોતી.

ગાંધીનગર શહેરમાં વિધાનસભાની સામે દિનેશ બાંભણિયા, યુવરાજસિંહ જાડેજા સહિતના યુવાનો દ્વારા ચ રોડ ઉપર સરકારનું બેસણું યોજ્યું હતું. યુવાનો દ્વારા બેરોજગારીને લઈને મોત સમાન હાલત થઈ ગઈ હોવાનું રટણ કરવામાં આવ્યું હતું. આશ્ચર્યજનક કાર્યક્રમને લઈને પોલીસ અંધારામાં રહી હતી. પરંતુ ત્યાર બાદ એકાએક પોલીસના ધાડા ઉતરી ગયા હતા અને ૧૫ જેટલા યુવાનોની અટકાયત કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *