સુવાલી દરિયો ફરી એક વાર કાળ મુખો સાબિત થયો- મહાદેવના મંદિરે જવાનું કહિને ઘરેથી નીકળેલ ૧૬ વર્ષીય કિશોર દરિયામાં ડૂબ્યો

સુરત(ગુજરાત): સુરતના સુવાલી દરિયામાં ન્હાવા પડેલા 8 યુવકોમાંથી એક કિશોર વિદ્યાર્થીનું ડૂબી જવાથી મોત થયું હતું. કામરેજના મહાદેવ મંદિરે જવાનું કહી રવિવારની સાંજે નીકળેલા મિત્રોએ…

સુરત(ગુજરાત): સુરતના સુવાલી દરિયામાં ન્હાવા પડેલા 8 યુવકોમાંથી એક કિશોર વિદ્યાર્થીનું ડૂબી જવાથી મોત થયું હતું. કામરેજના મહાદેવ મંદિરે જવાનું કહી રવિવારની સાંજે નીકળેલા મિત્રોએ જયારે જયેશ ડૂબી ગયો હોવાની જાણ કરતા પરિવારમાં તહેવારનો માહોલ માતમમાં ફેરવાઈ ગયો હતો. ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે, આજે સવારે રાજગરી ગામની ખાડીમાંથી જયેશનો મૃતદેહ મળી આવ્યો હતો.

ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, રવિવારના રોજ સાંજે કોલ મળ્યા બાદ ફાયરની ટીમ હજીરાના સુંવાલી દરિયા કિનારે પહોંચી ગઈ હતી. દરિયાઈ મોજાના કરંટ વચ્ચે પણ જયેશને શોધવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન રાજગરી ગામની ખાડીમાંથી એક મૃતદેહ મળ્યો હતો. જેથી પરિવારને બોલાવીને પૂછતાં તે મૃતદેહ જયેશનો હોવાનું સામે આવ્યું હતું.

પરિવારના જણાવ્યા મુજબ, કામરેજ મહાદેવ મંદિરે જવાનું કહી 8 મિત્રો અડાજણ સંત તુકારામ સોસાયટીમાંથી નીકળ્યા હતા. ત્યારબાદ તમામ મિત્રો સુંવાલી દરિયા કિનારે ફરવા આવ્યા હતા. તે દરમિયાન જયેશ ડૂબી ગયો હોવાનું કહેતા પરિવારના પગ નીચેથી જમીન ઘસી ગઈ હતી.

હજીરા ફાયર અને મરીન ફાયર વિભાગે ડૂબી ગયેલા જયેશને શોધી કાઢવા ભારે જહેમત ઉઠાવી હતી. વધુમાં પરિવારે કહ્યું હતું કે, જયેશ ધોરણ-8નો વિદ્યાર્થી હતો. તેને એક ભાઈ અને એક બહેન છે. પિતા ડ્રેનેજના લાગતા ખાનગી કામો કરે છે. જાણવા મળ્યું છે કે, તમામ મિત્રો વિદ્યાર્થી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *