લગ્નમાં જતાં દંપતિને રસ્તામાં નડ્યો ગંભીર અક્સ્માત, પતિની નજર સામે પત્ની પર ફરી વળ્યું ટ્રેક્ટર- ઘટનાસ્થળે જ મોત

હાલમાં અકસ્માતના કેસોમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે આ દરમિયાન એક એવી અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં ઠાસરાના કંથરાઈ ગામે લગ્ન પ્રસંગમાં…

હાલમાં અકસ્માતના કેસોમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે આ દરમિયાન એક એવી અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં ઠાસરાના કંથરાઈ ગામે લગ્ન પ્રસંગમાં મોટરસાયકલ પર જતાં દંપતિને ટ્રેક્ટરે ટક્કર મારી હતી. જેમાં બાઈક પાછળ બેઠેલી મહિલા પર ટ્રોલીનું વ્હીલ ફરી વળતાં તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે.

અકસ્માતની વિગતવાર માહિતી મુજબ, આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના સુંદલપુરા ગામે રહેતા સોમાભાઈ પરમાર ગઈકાલે સણસોલી ગામે લગ્ન પ્રસંગમાં જવા નીકળ્યા હતા. તેઓ પોતાની પત્ની સુધાબેનને પોતાના મોટરસાયકલ પર બેસાડી સણસોલી જઈ રહ્યા હતા.

ગઈ રાત્રે આશરે સવા દસ વાગ્યાની આસપાસ ઠાસરા તાલુકાના કંથરાઈ ગામ પાસે વળાંકમાં સામેથી પુરપાટ ઝડપે આવતા ટ્રેક્ટરે મોટરસાયકલને ટક્કર મારી હતી. જેથી મોટરસાયકલ ચાલક સોમાભાઈ અને તેમની પત્ની બન્ને રોડ પર પટકાયા હતા. જેવા પટકાયા તેવા જ આ ટ્રેકટરની ટ્રોલીનું ડ્રાઇવર સાઈડનું વ્હીલ સુધાબેન ઉપર ફરી વળ્યું હતું.

પતિની નજર સમક્ષ પત્નીનું બનાવ સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે. અકસ્માત બાદ આસપાસના લોકો દોડી આવી ઘવાયેલા મોટરસાયકલ ચાલકને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. આ અંગે સોમાભાઈ પરમારે ડાકોર પોલીસ મથકે ટ્રેક્ટર ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના સુંદલપુરા ગામે રહેતા સોમાભાઈ પરમાર ગતરોજ સણસોલી ગામે લગ્ન પ્રસંગમાં જવા નીકળ્યા હતા. તેઓ પોતાની પત્ની સુધાબેન (ઉ. વ. 38)ને પોતાના મોટરસાયકલ પર બેસાડી સણસોલી મુકામે જઈ રહ્યા હતા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *