One person died after 3-storey building collapsed in Ahmedabad: હાલ ગુજરાત રાજ્ય સહિત સમગ્ર દેશમાં વરસાદે ભારે ધૂમ મચાવી છે, ત્યારે વરસાદી માહોલમાં જર્જરિત મકાનો ધરાશાયી થવાની ઘટનાઓ દિવસેને દિવસે સતત વધારે પ્રકાશમાં આવી રહી છે. આજે વહેલી સવારે ગુજરાતના અમદાવાદમાં એક જ રીત ત્રણ માળનું મકાન મકાન ધરાશાયી થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટનાને પગલે એક વ્યક્તિ છે જ્યારે ચાર લોકોગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.
આ સમગ્ર ઘટના અને મળેલી માહિતી અનુસાર, આજે વહેલી સવારે અમદાવાદ શહેરના મીઠાખળી ગામમાં આવેલું ત્રણ માળનું મકાન ધરાશાયી થયું હતું. ઘરના પાંચ સભ્ય મકાન ધરાશાયી થતાં મકાનના કાટમાળમાં દટાયા હતા. આ બનાવની જાણ તાત્કાલિક ફાયર વિભાગને કરવામાં આવી હતી અને તેઓ તરતજ ટીમ સાથે ઘટના સ્થળે પહોચી ગયા હતા, ને કાટમાળ નીચે ફસાયેલા લોકોને બચાવવાની કામગીરી હાથ ધરાઈ હતી હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા પણ આવી જ દુર્ઘટના બનવા પામી હતી. અમદાવાદના મણીનગર નજીક ઉત્તમનગરમાં આવેલા 60 વર્ષ જુના સ્લમ ક્વાર્ટસની બિલ્ડીંગનો ભાગ ધરાશયી થયો હતો. દુર્ઘટના સર્જાતા તે વિસ્તારમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો.
જૂની બિલ્ડીંગનો સ્લેબ ધરાશાહી થતા ફાયર વિભાગ અને પોલીસ વિભાગને પણ જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાની સાથે જ પર્વત અને પોલીસે ભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હતું. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube