Peanuts Side Effect: તમારામાંથી ઘણાને સીંગ ખુબ જ ભાવતી હશે પણ વધારે માત્રામાં સીંગ ખાવાથી તેનો સ્વાદ નુકસાનમાં બદલાઈ શકે છે. આથી જો તમને પણ મગફળી (Peanuts Side Effect) ખાવાની આદત હોય તો થોડી સાવધાની રાખવાની જરૂર છે. આ લેખમાં અમે તમને જણાવીશું કે કોણે મગફળીથી દુર રહેવું જોઈએ.
વધુ પડતું મગફળીનું સેવન કરવાથી થાય છે આ નુકશાન
જે લોકોને પેટ સંબંધી સમસ્યા કાયમ રહેતી હોય તેમણે સીંગથી દુર રહેવું જોઈએ કારણકે તેનાથી બ્લોટિંગની સમસ્યા થઇ શકે છે. મગફળી એ ખાલી સ્વાદ જ નહિ પરંતુ લોકોના ઈમોશન સાથે જોડાયેલી છે, એવું કહેવાય છે કે સીંગ એક એવું માધ્યમ છે કે લોકોને જોડે છે. લોકો એકલા ખાવાને બદલે મોટા ભાગે શેર કરીને સીંગ ખાવાનું પસંદ કરતા હોય છે.
વાતો કરતા મગફળી ખાવાની જે મજા આવે છે તે મજા જ કંઇક અલગ હોય છે. મિત્રો સાથે તેનો સ્વાદ જ કંઇક અલગ હોય છે પણ જો તે વધારે માત્રામાં ખાવામાં આવે તો તેનો સ્વાદ બદલાઈ જાય છે અને તે નુકસાનકારક સાબિત થાય છે. આથી જ મગફળીના સેવન વખતે તમારે થોડી સાવધાની રાખવાની જરૂર છે. આમાં તમે આપને જણાવીશું કે કોણે મગફળીનું સેવન ન કરવું જોઈએ.
કોણે મગફળીનું સેવન ન કરવું જોઈએ?
જે લોકોને પેટને લગતી સમસ્યા હોય તેમણે પણ મગફળીને હાથ ન લગાવવો જોઈએ. કારણકે તેનાથી બ્લોટિંગની સમસ્યા થઇ શકે છે.
વધુ માત્રામાં મગફળીના સેવનથી લીવરને લગતી સમસ્યાઓ પણ વધી શકે છે. જે લોકોને લીવરની બીમારી છે તેમણે પણ સિંગથી દુર રહેવું જોઈએ કારણ કે તેનાથી વજન ઝડપથી વધે છે.
મગફળી તૈલીય હોય છે જો તેનું વધારે માત્રામાં સેવન કરવામાં આવે તો સ્કીન એલર્જી થવાની સંભાવના રહે છે. જો તમને કોઈપણ પ્રકારની એલર્જી હોય તો તમારે સીંગથી દુર રહેવું જોઈએ.
આ ઉપરાંત પણ સીંગદાણાથી ગેસની સમસ્યા થાય છે આથી પણ તેનું સેવ ઓછી માત્રામાં કરવું જોઈએ.
જો તમારું વજન વધારે હોય તો તમારે મગફળીનું સેવન ટાળવું જોઈએ. સીંગમાં કેલરી વધારે હોય છે જેનાથી વજન વધવાની શક્યતા રહેલી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App