Surat news: સુરતમાં વધુ એક આપઘાતની ઘટના સામે આવી રહી છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં 20 વર્ષીય યુવકે ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું સામે આવી રહ્યું છે. પરિવારના જણાવ્યા અનુસાર, પાંચ ભાઈઓની એકની એક બહેનના લગ્નના દબાણના કારણે સૌથી નાના ભાઈ પોતાનું જીવન ટુંકાવી દેવામાં આવ્યું છે. હાલ તો પોલીસે અકસ્માત મોતનો (Surat news) ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
યુવક મોટા ભાઈ સાથે રહેતો
મળતી માહિતી અનુસાર, મૂળ ઉત્તર પ્રદેશ અને પાંડેસરા વિસ્તારમાં આવેલી સત્યનારાયણ સોસાયટીમાં 20 વર્ષીય રણજીત સજ્જનલાલ પટેલ, પોતાના મોટા ભાઈ સાથે રહેતો હતો. પરિવારમાં માતા-પિતા, પાંચ ભાઈ અને એક બહેન છે. રણજીત કાપડના કારખાનામાં કામ કરી પરિવારને આર્થિક રીતે ટેકો કરતો હતો.
યુવક ઘરે એકલો હતો
ગઈ કાલે સાંજે કારખાનાથી પાછા આવીને મોટા ભાઈ પાસે એટીએમ લઈને થોડી ખરીદી કરવા માટે ગયો હતો. ત્યારપછી રસોઈ બનાવી હતી. બંને ભાઈ સાથે જમ્યા હતા, ત્યારપછી મોટોભાઈ પ્રદીપ નાઈટ ડ્યુટી હોવાથી કારખાને જતો રહ્યો હતો. દરમિયાન રણજીત ઘરે એકલો હતો. જેથી એકલતાનો લાભ લઈ અંતિમ પગલું ભરી લીધું હતું.
યુવકના મિત્રએ તેના ભાઈને જાણ કરીરણજીતે ઘરે પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ લીધો હતો. રણજીતના પગલાની સાથે મિત્રને જાણ થતા તેના ભાઈ પ્રદીપને જાણ કરવામાં આવી હતી. રાત્રે 11:30 એ જાણ થતા તેનો ભાઈ પરત ઘરે જોડી આવ્યો હતો. ત્યારપછી રણજીતને 108માં સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરએ તેને મૃત જાહેર કર્યો હતો.
વતન પરિવાર સાથે પણ વાત કરી
મૃતક રણજીતના મોટા ભાઈ પ્રદીપે જણાવ્યું છે કે, કાલે રાતે ડ્યુટી પરથી આવ્યા પછી મારી પાસેથી એટીએમમાંથી શાકભાજી લઈ આવ્યો હતો અને રસોઈ બનાવીને ખાધું હતું. તે દરમિયાન તેણે વતન પરિવાર સાથે પણ વાત કરી હતી. ત્યારપછી તેને ફાંસો લગાવી લીધો હતો. રાત્રે 11:30 એ ડ્યુટી પર હતો ત્યારે મને સાથે મિત્રએ રણજીત અંગે જાણ કરી હતી.
ઘરનું ખૂબ જ પ્રેશર
મળતી માહિતી અનુસાર, કારણ એટલું જ હતું કે ઘરનું ખૂબ જ પ્રેશર હતું. બહેનના લગ્નનું પ્રેશર હતું. 10-10 છોકરાઓ બતાવવા છતાં પણ બહેનને કોઈ પસંદ આવતું ન હતું. સમાજના લોકો કહેતા હતા કે પાંચ પાંચ ભાઈઓ હોવા છતાં પણ બહેનના લગ્ન નથી કરાવી શકતા. આ જ વાતને લઈને તેને લાગી આવ્યું હોવાનું અનુમાન લગાવ્યું છે. હાલ તો પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App