આજે લૉન્ચ થશે OnePlus નો પ્રથમ ફોલ્ડેબલ સ્માર્ટફોન- મળશે 100W ફાસ્ટ ચાર્જિંગ અને અવનવા ફીચર્સ

Published on Trishul News at 1:15 PM, Thu, 19 October 2023

Last modified on October 19th, 2023 at 1:15 PM

OnePlus Open launched: ટેક કંપની OnePlus તેનો પહેલો ફોલ્ડેબલ ફોન ‘OnePlus Open’ ભારતમાં આજે એટલે કે 19 ઓક્ટોબરે સાંજે 7:30 વાગ્યે વૈશ્વિક બજાર સાથે લૉન્ચ કરશે. કંપનીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર OnePlus Openનો વીડિયો અને ફોટો શેર કરીને લોન્ચ ડેટ વિશે જાણકારી આપી છે. કંપની તેના પ્રથમ ફોલ્ડેબલ ફોનને OnePlusના આગામી ચેપ્ટર તરીકે બોલાવી રહી છે.

કંપનીએ હજુ સુધી ફોનના કોઈ સ્પેસિફિકેશન વિશે માહિતી આપી નથી. જોકે, મીડિયા રિપોર્ટ્સમાં સ્માર્ટફોનના અપેક્ષિત સ્પેસિફિકેશન વિશે ઘણી માહિતી સામે આવી છે. ચાલો જાણીએ આ રિપોર્ટ્સ અનુસાર સ્માર્ટફોનના સ્પેસિફિકેશન વિશે.

ક્યારે લોન્ચ થશે અને તેની કિંમત શું છે?
આ સ્માર્ટફોન 19 ઓક્ટોબરે સાંજે 7.30 વાગ્યે લોન્ચ થશે. લોન્ચ ઈવેન્ટ મુંબઈમાં યોજાશે. OnePlus એ ટ્વીટ કરીને તેની લોન્ચ તારીખ અને સમયની પુષ્ટિ કરી હતી. તેની કિંમતથી લઈને ફીચર્સ સુધીની વિગતો પણ જાહેર કરવામાં આવી છે. ટિપસ્ટર અભિષેક યાદવના જણાવ્યા અનુસાર, આ ફોન 1,39,999 રૂપિયાની કિંમતમાં લોન્ચ થઈ શકે છે.

આ ફીચર્સ વનપ્લસ ઓપનમાં ઉપલબ્ધ થશે
ગ્રાહકો OnePlus ઓપનમાં શાનદાર ફીચર્સ તમને જોવા મળશે. આ સ્માર્ટફોનમાં 7.8 ઇંચની 2K AMOLED પ્રાઇમરી ડિસ્પ્લે છે. ફોન કવર સ્ક્રીનમાં 6.3-ઇંચની ડિસ્પ્લે ઉપલબ્ધ હશે. આમાં પણ AMOLED પેનલ જ ઉપલબ્ધ હશે. ગ્રાહકોને બંને ડિસ્પ્લેમાં 120Hzનો રિફ્રેશ રેટ મળશે. ડિસ્પ્લેની પીક બ્રાઇટનેસ 2800 nits હશે. તેની સાથે તેના પરફોર્મન્સને વધારવા માટે તેમાં Snapdragon 8 Gen 2 પ્રોસેસર આપવામાં આવી શકે છે.

બેટરી અને ચાર્જિંગ
રિપોર્ટ અનુસાર, OnePlus Openમાં 100W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 4,800mAh બેટરી હશે.

Be the first to comment on "આજે લૉન્ચ થશે OnePlus નો પ્રથમ ફોલ્ડેબલ સ્માર્ટફોન- મળશે 100W ફાસ્ટ ચાર્જિંગ અને અવનવા ફીચર્સ"

Leave a comment

Your email address will not be published.


*