ONGC Recruitment 2024: ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ (ONGC)માં નોકરી કરવા માંગતા યુવાનો માટે સારા સમાચાર છે. જો તમારી પાસે પણ ઓએનજીસીની (ONGC Recruitment 2024) આ જગ્યાઓ સંબંધિત લાયકાત છે, તો સત્તાવાર વેબસાઈટ ongcindia.com દ્વારા અરજી કરી શકો છો. આ માટે ઓએનજીસીએ એપ્રેન્ટિસની જગ્યાઓ પર ભરતી બહાર પાડી છે. આ જગ્યાઓ માટે આજે એટલે કે 5 ઓક્ટોબરથી અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.
કુલ 2237 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે
ઓએનજીસી દ્વારા આ ભરતીના માધ્યમથી સંગઠનમાં કુલ 2237 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. ઇચ્છુક અને લાયક ઉમેદવાર 5 ઓક્ટોબર 2024થી 25 ઓક્ટોબર 2024 સુધી ONGC ભરતી 2024 માટે અરજી કરી શકે છે. આ ભરતી અલગ અલગ વિસ્તારોમાં કરવામાં આવશે. જેમાં ઉમેદવારોને તેલ અને ગેસ ક્ષેત્રે પ્રોફેશનલ ટ્રેનિંગ અને અનુભવ મેળવવાની તક મળશે.
ઓએનજીસીમાં જગ્યાઓની વિગતો
ઉત્તર ક્ષેત્ર: 161 જગ્યાઓ મુંબઈ ક્ષેત્ર: 310 જગ્યાઓ પશ્ચિમ ક્ષેત્ર: 547 જગ્યાઓ પૂર્વીય ક્ષેત્ર: 583 જગ્યાઓ દક્ષિણ ક્ષેત્ર: 335 જગ્યાઓ સેન્ટ્રલ ક્ષેત્ર: 249 જગ્યાઓ
વય મર્યાદા
જે ઉમેદવાર આ જગ્યાઓ માટે અરજી કરી રહ્યા છે, તેઓની ઉંમર 18 વર્ષથી 24 વર્ષ વચ્ચે હોવી જોઈએ. એટલે કે તેનો જન્મ 25 ઓક્ટોબર 2000થી 25 ઓક્ટોબર 2006 વચ્ચે થયો હોવો જોઈએ.
શૈક્ષણિક લાયકાત
જે પણ ઉમેદવાર ઓએનજીસીની આ ભરતી માટે અરજી કરી રહ્યા છે, તેની પાસે સત્તાવાર નોટિફિકેશનમાં આપવામાં આવેલી સંબંધિત લાયકાત હોવી જોઈએ. તો જ તેઓ અરજી કરી શકશે.
કેટલો મળશે પગાર?
ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ: 9000 રૂપિયા પ્રતિ માસ ડિપ્લોમા એપ્રેન્ટિસ: 8,050 રૂપિયા પ્રતિ માસ ટ્રેડ એપ્રેન્ટિસ: 8,050 રૂપિયા પ્રતિ માસ
અહીં જુઓ અરજી અને નોટિફિકેશન લિંક
ONGC Recruitment 2024 અરજી માટેની લિંક
ONGC Recruitment 2024 નોટિફિકેશન
પસંદગી પ્રક્રિયા
ઉમેદવારની પસંદગી પરીક્ષામાં માર્કના આધારે બનાવવામાં આવેલા મેરિટ લિસ્ટ દ્વારા કરવામાં આવશે. જો બે ઉમેદવારના માર્ક સરખા હોય તો, તેમાં મોટી ઉંમરના વ્યક્તિને પ્રાથમિકતા આપવામાં આવશે. ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન પછી ફાઇનલ સિલેક્શન કરવામાં આવશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App