હેલિકોપ્ટર ક્રેશ દુર્ઘટનામાં મહેસાણાના ONGC ઓફિસર સહીત કુલ 4ના મોત- ‘ઓમ શાંતિ’

મુંબઈ(Mumbai)ના દરિયાકાંઠેથી 50 નોટીકલ માઈલ દૂર પવન હંસ હેલીકોપ્ટર ક્રેશ(pawan hans helicopter crash) થયું હતું. સાત મુસાફરો અને બે પાયલોટ સાથેના ONGC હેલિકોપ્ટરનું આજે બાઈ…

મુંબઈ(Mumbai)ના દરિયાકાંઠેથી 50 નોટીકલ માઈલ દૂર પવન હંસ હેલીકોપ્ટર ક્રેશ(pawan hans helicopter crash) થયું હતું. સાત મુસાફરો અને બે પાયલોટ સાથેના ONGC હેલિકોપ્ટરનું આજે બાઈ નજીક અરબી સમુદ્રમાં બોમ્બે હાઈ નજીક ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ઓએનજીસીની રિગ ‘સાગર કિરણ’ પાસે ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.

કોસ્ટ ગાર્ડ અને કંપનીએ તાત્કાલિક રાહત કામગીરી શરૂ કરી હતી. જોકે આ ઘટનામાં 4 લોકોના મોત થયા હતા. જ્યારે 5 લોકોને બચાવવામાં સફળતા મળી છે અને તમામ લોકોને સારવાર આપવામાં આવી રહી છે. ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ (ONGC) એ ટ્વીટ કર્યું કે હેલિકોપ્ટરે બોમ્બે હાઈ ખાતે તેના ઓઈલ માઈનિંગ વિસ્તાર નજીક ઈમરજન્સી લેન્ડિંગ કર્યું. ઈન્ડિયન કોસ્ટ ગાર્ડના જણાવ્યા અનુસાર હેલિકોપ્ટર ONGCનું છે.

“ઓએનજીસીના સાત મુસાફરો અને બે ક્રૂ મેમ્બરો સાથેનું પવન હંસ હેલિકોપ્ટર સાગર કિરણ ઓઇલ રિગ પાસે ક્રેશ થયું હતું. બચાવ કામગીરીમાં ત્રણ ONGC કર્મચારીઓ અને બંને ક્રૂ સભ્યોને બચાવી લેવામાં આવ્યા હતા. ત્રણ કર્મચારીઓ અને એક કામચલાઉ ONGC કર્મચારીનું મૃત્યુ થયું હતું. તેમના મૃતદેહોને કૂપર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.” જુહુ એરપોર્ટના ડિરેક્ટર એ.કે. વર્માએ જણાવ્યું હતું કે હેલિકોપ્ટર કોલ સાઇન VT-PWI સાથેનું નવું સિકોર્સ્કી S 76D હતું અને પવન હંસ દ્વારા સંચાલિત હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, ONGCના ત્રણ કર્મચારીઓ સહીત ચાર વ્યક્તિઓના મોત નિપજ્યાં હતા. આ દુર્ઘટનામાં મૃતક પૈકી એક અધિકારી મહેસાણાના હોવાનું બહાર આવ્યુ છે. મહેસાણાના ONGC ઓફિસર મુકેશ કે. પટેલનું હેલિકોપ્ટર ક્રેશ થવાને કારણે મૃત્યુ નીપજ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, મૂળ મહેસાણાના વતની મુકેશ કે. પટેલ બોમ્બે હાઈમાં ફરજ બજાવી રહ્યા હતા. આ દરમિયાન તેઓ હેલિકોપ્ટર દ્વારા ફરજ સ્થળે જઈ રહ્યા હતા તે વેળાએ દુર્ઘટના સર્જાઇ હતી. આ દુર્ઘટનામાં ONGC ઓફિસર મુકેશ કે. પટેલનું નિધન થતાં મહેસાણા પંથકમાં શોકનો મહોલ છવાય ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *