યુવતીએ બુટ કાઢીને ડિલિવરી બોયને માર્યો મન ફાવે તેમ માર- જુઓ વાયરલ વિડીયો

વાયરલ(Viral): મધ્યપ્રદેશ(Madhya Pradesh)ના સંસ્કારધાની(Sanskaradhani) જબલપુર(Jabalpur)થી એક વીડિયો વાયરલ(Video viral) થયો છે. આ વીડિયોમાં એક છોકરી માત્ર ઘમંડ જ નથી બતાવી રહી, પરંતુ રોડ વચ્ચે ડિલિવરી…

વાયરલ(Viral): મધ્યપ્રદેશ(Madhya Pradesh)ના સંસ્કારધાની(Sanskaradhani) જબલપુર(Jabalpur)થી એક વીડિયો વાયરલ(Video viral) થયો છે. આ વીડિયોમાં એક છોકરી માત્ર ઘમંડ જ નથી બતાવી રહી, પરંતુ રોડ વચ્ચે ડિલિવરી બોય(Delivery Boy)ને પણ જૂતા વડે માર મારી રહી છે. ભાન ભૂલેલી છોકરી કોઈનું સાંભળતી નથી, સતત મારી રહી છે. જ્યારે આસપાસના લોકો યુવતીને સમજાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ તેના પર કોઈ અસર થતી નથી. પીડિત છોકરાએ યુવતી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

વાયરલ વીડિયો જબલપુરના રસાલ ચોક વિસ્તારનો જણાવવામાં આવી રહ્યો છે. અહીં એક યુવતી પોતાની સ્કૂટી પર મોબાઈલ પર વાત કરતી વખતે જઈ રહી હતી ત્યારે રોંગ સાઇડથી બાઇક પર આવી રહેલા ડિલિવરી બોય સાથે તેની ટક્કર થઈ હતી. આ ટક્કરથી યુવતી ગુસ્સે થઈને સ્કૂટી પરથી ઉતરી યુવક પર પડી. તે જૂતું બહાર કાઢે છે અને કંઈપણ જોયા વગર યુવકને મારવા લાગે છે. તે પછી તે યુવકની બાઇકને પણ લાત મારે છે.

યુવતીએ લોકોને આપ્યો જવાબ:
તમને જણાવી દઈએ કે, ઘટનાને જોતા જ ત્યાં લોકોની ભીડ ઉમટી પડી હતી. પહેલા તો ઘણા લોકોએ છોકરાને માર મારવા દીધો, પરંતુ જ્યારે હદ થઈ ગઈ તો તેઓએ છોકરીને સમજાવવાની કોશિશ કરી. આના પર યુવતીએ લોકોને કહ્યું- ઈજા મને થઇ છે તમને લોકોને નહિ. એવું કહેવાય છે કે જ્યારે આ વીડિયો પોલીસના હાથે આવ્યો ત્યારે તેઓએ ડિલિવરી બોયની શોધ કરી અને તેની પૂછપરછ કરી. આ પછી છોકરાએ ઓમતી પોલીસ સ્ટેશનમાં યુવતી વિરુદ્ધ કેસ નોંધાવ્યો.

છોકરાએ પોલીસમાં ફરિયાદ કરી
ઓમતી સ્ટેશનના પોલીસે જણાવ્યું કે, આ ઘટના ડિલિવરી બોય દિલીપ વિશ્વકર્મા સાથે બની હતી. પીડિત ખીજવળી ચરાગણવાનો રહેવાસી છે. તેણે ફરિયાદ કરી છે કે તે પિઝાની ડિલિવરી કરવા જઈ રહ્યો હતો. આ દરમિયાન જ્યારે તે જબલપુર હોસ્પિટલ પાસે પહોંચ્યો ત્યારે તેની સામે એક છોકરી સ્કૂટી લઈને આવી. સ્કૂટીનો નંબર MP 20SY 1282 છે. છોકરી સ્કૂડી પર કાબુ ન રાખી શકી અને પડી ગઈ. ત્યારે બાદ તે મને અપશબ્દો કહેવા લાગી. આ પ્રકારનો ખરાબ વ્યવહાર કરીને મને બુટ મારવા લાગી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *