ઓનલાઈન થતી છેતરપીંડીની એક નવી જ ઘટના આવી સામે – આપની સાથે પણ આ રીતે થઈ શકે છે છેતરપીંડી જુઓ અહી…

હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. રાજ્યમાં મહિલાઓની સાથે થતાં શારીરિક તથા માનસિક અત્યાચારની ઘટનાની સાથે-સાથે ઓનલાઈન મારફતે થતી છેતરપીંડીની પણ ઘણી ઘટના સામે આવતી હોય છે. આવી જ એક ઘટના હાલમાં સામે આવી રહી છે.

ઈન્ટરનેટનાં જગતમાં આંગળીનાં ટેરવે બધી જ સુવિધાઓ ઉપલબ્ધ છે. પણ આવા સમયમાં જ ઓનલાઈન ચિટીંગની ઘટના ઘણી વધતી જાય છે. એવામાં લોકોએ પોતાની મહેનતની મુડી સાચવી રાખવાં માટે ખુબ જ સતર્ક પણ રહેવુ પડે તેમ છે તથા તો જ કળિયુગી દુનિયામાં આપણે છેતરપિંડીથી બચી શકાય એમ છે.

આ ઘટનાની મળતી જાણકારી અનુસાર, અમદાવાદ શહેરમાં રહેતાં એક સામાજિક કાર્યકર્તા તેમજ સતર્ક વ્યક્તિએ ઓનલાઈન છેતરપિંડી કેવી રીતે થાય છે. એનો પર્દાફાશ કર્યો છે. એમણે પોતાનાં તો રૂપિયા બચાવ્યા પણ એમનાં સંપર્કમા રહેલ કુલ 1,400 લોકોને છેતરપિંડી અંગે સચેત પણ કર્યા છે.

આ ઘટના સોલા વિસ્તારમાં રહેતાં રોહિત પટેલની કે જેઓએ ફેસબુક પર એક જાહેરાત જોઈ હતી કે, જેમાં ખ્યાતનામ હોટલની માત્ર 1 ડીશ ખરીદો તથા કુલ 2 ડીશ મફત મેળવો. આવિ જાહેરાત જોતાંની સાથે જ આ જાહેરાત બનાવટી હોવાની શંકા ઉદ્દભવી હતી.

અમદાવાદનાં જાગૃત નાગરિક દ્વારા ઢગબાજોની તરકીબને ઉઘાડી પાડવામાં આવી છે. જેઓ જુદી-જુદી હોટલનાં નામ પર ઠગબાજો ભોળા નાગરીકોની પાસેથી રૂપિયા પડાવી રહ્યા છે. એવાં જ એક હોટલ માલિકે અગાઉ પણ સાયબર ક્રાઈમમા ફરિયાદ કરી હતી.

એની જરૂર પણ ત્યારે ઉભી થઈ કે જ્યારે એમની પાસે કુલ 40થી પણ વધુ લોકો ફક્ત એમની એક જ હોટલનાં બહાને થતી છેતરપિંડીની ફરિયાદ લઈને આવ્યા હતા પણ ઢગબાજો આવી જુદી-જુદી હોટલનાં નામ પરથી છેતરપિંડી કરી હોવાની વાત સામે આવતાં જ હોબાળો મચી ગયો હતો.

આવી ઘટનાઓમાં છેતરપિંડી કરનાર ઠગબાજો ગ્રાહકની પાસેથી ફક્ત 10 રૂપિયા ટ્રાન્સફર કરવાનુ કહે છે તથા એ 10 રૂપિયા ટ્રાન્સફર કરવાં  માટે એમણે મોકલેલી એક લીંકમાંથી કરવાં પડે છે. જે લિંકને ઓપન કરતાં જ ગ્રાહકનાં ફોનની તમામ માહિતી આરોપીની પાસે પહોંચી જાય છે તેજ એના આધારે ગ્રાહકનાં એકાઉન્ટમાં રહેલ બધાં જ રૂપિયા પણ ઢગબાજો પડાવી લે છે.

જેનાંથી સાયબર ક્રાઈમનાં અધિકારી પણ એક જ સૂચન આપે છે, કે આવી છેતરપિંડીનો ભોગ બનવાં કરતાં તો સતર્ક રહેવુ ખુબ જ જરૂરી છે.ઓનલાઈન ઠગાઈનાં સેંકડો ગુનાની તપાસ કર્યા પછી તેમજ હજારો આરોપીની ધરપકડ કર્યાં બાદ પણ સાયબર ક્રાઈમનાં અધિકારીઓ પણ એટલુ જ કહે છે, કે સતર્કતા હટી તો દુર્ઘટના ઘટી… એટલે કે આપની સાવચેતી જ આપને ઓનલાઈન છેતરપિંડીથી બચાવી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *