નવેમ્બર-ડિસેમ્બરમાં લગ્નના માત્ર 18 જ શુભ મુહૂર્ત: જાણો કઈ કઈ તારીખોમાં ગૂંજશે શરણાઈ

Vivah Shubh Muhurat 2024: નવરાત્રીનો તહેવાર પૂરો થઇ ગયો ત્યારે હવે દિવાળીની ઉજવણી કરવામાં આવશે. દિવાળી પછી આ વખતે તુલસી વિવાહ એટલે કે એટલે કે દેવ દિવાળી 12 નવેમ્બર 2024ના રોજ છે. માં તુલસી અને ભગવન ઠાકોરજીના વિવાહ થાય ત્યારબાદ લગ્નગાળો (Vivah Shubh Muhurat 2024) શરૂ થતો હોય છે ત્યારે આ વર્ષે લગ્ન માટે કુલ 71 શુભ મુહૂર્તમાંથી હવે 18 બાકી છે. હવે પ્રશ્ન એ છે કે નવેમ્બર અને ડિસેમ્બરમાં લગ્ન માટે શુભ તારીખો અને સમય શું છે? ત્યારે આવો જાણીએ..

વર્ષ 2024 માં કુલ 71 શુભ મુહૂર્ત
વર્ષ 2024માં લગ્ન માટે કુલ 71 શુભ મુહૂર્ત હતા. હવે કેટલીક 18 શુભ તારીખો બાકી છે. જ્યોતિષ અનુસાર આ તિથિઓ પર લગ્ન કરવા ખૂબ જ શુભ માનવામાં આવે છે.

ડિસેમ્બરની શુભ તારીખો
ચાતુર્માસના કારણે 17મી જુલાઈથી નવેમ્બર સુધી લગ્ન જેવા શુભ કાર્યો પર પ્રતિબંધ છે. આ પછી નવેમ્બરનો પહેલું મુહૂર્ત 12 નવેમ્બર (મંગળવાર)ના રોજ છે. આ પછી, સમગ્ર નવેમ્બર દરમિયાન લગ્ન માટે એક પછી એક શુભ મુહૂર્ત આવશે.

નવેમ્બરની શુભ તારીખો
નવેમ્બરમાં લગ્નની કેટલીક તારીખો ખૂબ જ શુભ હોય છે. જેમાં 12, 16, 17, 18, 22, 23, 24, 25, 28 અને 29 નવેમ્બરનો સમાવેશ થાય છે. જે લોકો આ શુભ તિથિઓ પર લગ્ન કરે છે તેમનું લગ્નજીવન સુખી રહે છે.

ડિસેમ્બરની શુભ તારીખો
ડિસેમ્બર મહિનામાં લગ્ન માટે કેટલીક શુભ તિથિઓ ખૂબ જ શુભ હોય છે. જેમાં 03, 04, 05, 09, 10, 11, 13 અને 14 ડિસેમ્બરનો સમાવેશ થાય છે. જે લોકો આ શુભ તિથિઓ પર લગ્ન કરે છે તેઓ હંમેશા ખુશ રહે છે.

નવેમ્બર-ડિસેમ્બરની આ તારીખો શ્રેષ્ઠ છે
જ્યોતિષ અનુસાર 22 અને 23 નવેમ્બરની તારીખો લગ્ન માટે શ્રેષ્ઠ છે. તે જ સમયે, 9 અને 10 ડિસેમ્બરની તારીખો પણ લગ્ન માટે શ્રેષ્ઠ છે. આ તારીખો પર દિવસ અને રાત્રિ દરમિયાન શુભ સમય રહેશે.