માતા-પિતાના વખાણ કરો એટલા ઓછા: માત્ર 18 દિવસની માસુમ દીકરીએ દુનિયાને અલવિદા કહીને બે લોકોને આપ્યું નવજીવન

હવે તમે જ વિચારો કે જો તમારી પાસે આંખો ન હોય, તો શું તમે આ દુનિયાની સુંદરતા અને બીજું ઘણું બધું જોઈ શકશો. આવી પરીસ્થિતિમાં, તમે સમજી શકો છો કે જીવવા માટે આંખો હોવી ખુબ જ જરૂરી છે. જે વ્યક્તિ તેની દૃષ્ટિ ગુમાવે છે તે હવે ક્યારેય દુનિયાને જોઈ શકશે નહી. પરંતુ એક માતા-પિતા તો એવ છે કે જે તેમની 18 દિવસની છોકરીના મૃત્યુ પછી તેમની આંખોનું દાન કર્યું જેથી અંધ લોકોના જીવનમાં એક નવો વળાંક આવે અને તેની આંખોને રોશની મળે.

18 જુલાઈ 2021 ના ​​રોજ જન્મેલી અપરાજિતા દીકરીનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પુત્રીના મૃત્યુ પછી તરત જ તેમના માતા-પિતાએ બાળકીની આંખોનું દાન કરવાનું નક્કી કર્યું છે. આ રીતે મૃત્યુ પછી પણ, અપરાજિતા દીકરી આ દુનિયાને જોતી રહેશે. મધ્યપ્રદેશના શહડોલના રહેવાસી માતા પિતા ધીરજ ગુપ્તા અને તેની પત્ની રાજ શ્રી ઝારખંડમાં રહે છે.

લગ્નના 3 વર્ષ બાદ, પત્ની રાજશ્રીએ એક પુત્રીને જન્મ આપ્યો, જેનું નામ તેણે ‘અપરાજિતા’ રાખવામાં આવ્યું. એવું કહેવામાં આવી રહ્યું છે કે, બાળકીના શરીરમાં ફૂડ પાઇપ વિકસિત નહોતી, તેનું હોસ્પીટલમાં ઓપરેશન પણ કરવામાં આવ્યું હતું, પરંતુ ઘણા પ્રયાસો બાદ પણ તે બચી શકી નહોતી. ઝારખંડ રાજ્યના પિસ્કા મોડ સ્થિત હરિ ગોવિંદ નર્સિંગ હોસ્પિટલમાં 18 જુલાઈના રોજ બાળકીનો જન્મ થયો હતો અને 20 જુલાઈ સુધી તેનું ઓપરેશન કરવામાં આવ્યું પરંતુ 4 ઓગસ્ટના રોજ માસૂમ દીકરી મોતને ભેટી હતી.

અપરાજિતા દીકરી તેના માતાપિતાનું પહેલું સંતાન હતું. અપરાજિતાના માતા-પિતાએ જણાવતા કહ્યું છે કે, પુત્રીના જન્મ પછી માત્ર તેની સુંદર આંખો જ દેખાતી હતી. જેને લીધે તેમને દાન આપવાનું નક્કી કર્યું. આવી સ્થિતિમાં કશ્યપ આઈ હોસ્પિટલનો કોન્ટેક્ટ કરવામાં આવ્યો, ત્યાર બાદ ટીમ હોસ્પિટલ પહોંચી અને બાળકીનો કોર્નિયા પાછો મેળવ્યો અને તેની આંખો બેંકમાં સુરક્ષિત રાખવામાં આવી છે.

મહત્વની વાત એ છે કે,બીજા દિવસે જ, બાળકીના બે લોકોમાં કોર્નિયાનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. કોર્નિયા રીટ્રીવર ડો.ભારતીય કશ્યપે જણાવતા કહ્યું હતું કે, અપરાજિતા માત્ર ઝારખંડમાં જ નહીં પણ દેશમાં સૌથી નાની ટોપ 5 ડોનર બની છે. અપરાજીતા દીકરીના માતા-પિતા કહે છે કે, ”અમારી દીકરી હવે આ દુનિયામાં નથી રહી પરંતુ હવે તે બંને મારી પુત્રીની આંખો દ્વારા દુનિયાની સુંદરતાને જોઈ રહ્યા છે અને તેથી તેની આંખો આજે પણ જીવંત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *