મનુષ્ય શરીર જ મોક્ષ પામી શકે છે. જો મનુષ્ય પોતાનાં દુઃખો દૂર કરી લે અને બીજાના દુઃખોને દૂર કરવાનું કામ કરે, તે જ મોક્ષનો અધિકારી છે.
ત્રણ પ્રકારના દુઃખ સમગ્ર દુનિયામાં જણાવવામાં આવ્યા છે
1) દૈહિક દુઃખ (શરીરનું દુઃખ)
2) દૈવિક દુઃખ (ભગવાનનું આપેલું દુઃખ)
3) ભૌતિક દુઃખ (ગરીબીનો દુખ)
જે વ્યક્તિ આ ત્રણ દુઃખોમાંથી મુક્ત છે અને બીજાને પણ મુક્ત કરવાનો પ્રયત્ન કરતા રહે છે તેવા વ્યક્તિઓ મોક્ષના અધિકારી છે.
શરીરના દુઃખને દૂર રાખવા માટે સૌથી મોટી ભૂમિકા પેટની હોય છે. 90% દૈહિક દુઃખ પેટથી સંબંધિત છે. 10% દુઃખ જ પેટના ઉપરાંત હોય છે. એટલા માટે સૌથી વધારે ધ્યાન પેટનું રાખવું જોઈએ. આ 90% માં બીમારીઓની સંખ્યા 148 છે.
આપણા સમાજમાં સહકાર હતો, હરીફાઈ ન હતી. ભારતના લોકોનું DNA ધાર્મિક વસ્તુઓથી વધારે પ્રેરિત રહે છે. ગરમ દેશોનું DNA અને ઠંડા દેશોનું DNA બિલકુલ અલગ હોય છે.દુનિયાના બધા ધર્મો પૂર્વમાંથી નીકળે છે અર્થાત્ એશિયા થી નીકળી રહ્યા છે અને એશિયાના દેશોની તુલનામાં ગરમ છે. ભારતની ભૂમિ મધ્યમ મર્ગીઓની ભૂમિ છે, ન વધારે યોગી બનો કે ન વધારે ત્યાગી બનો આવું ગીતામાં શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું છે.
જન્મ થાય ત્યારે પીડા થાય છે. તેમજ મૃત્યુ પીડા રહીત છે .આવું શાસ્ત્રોમાં લખવામાં આવ્યું છે. તરસ્યાને પાણી પાવું અને ભૂખ્યાને રોટલો આપવો ખૂબ મોટું ધર્મનું કામ છે.
વધુમાં વધુ પ્રાકૃતિક વસ્તુઓનો ઉપયોગ કરવો. ભારતના બધા લોકો સમૃદ્ધશાળી થાય. એક વ્યક્તિ ઠીક થયા બાદ બીજા વ્યક્તિને ઠીક કરે. નકામી વસ્તુઓ ઘરમાં ન લાવો. ૨૫૦ વર્ષ અંગ્રેજો દ્વારા લૂટવામાં આવ્યા બાદ ભારતનો દરેક આદમી ગરીબ થઇ ગયો છે. આપણી આસપાસ બનનારી વસ્તુઓનો જ ઉપયોગ કરો.
જેની આર્થિક સ્થિતિ મજબૂત નથી હોતી તેની રાજનૈતિક સ્થિતિ પણ નબળી હોય છે અને જેની રાજનૈતિક સ્થિતિ મજબૂત નથી હોતી તેનો ધર્મ પણ સુરક્ષિત નથી હોતો. તેનાથી સંસ્કૃતિ અને સભ્યતા પણ સુરક્ષિત નથી રહેતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.