વૈષ્ણવદેવી સર્કલ પાસે આવેલા સરદારધામ ખાતે મુખ્યમંત્રીએ સરદાર પટેલની 50 ફૂટ ઉંચી પ્રતિમાનું અનાવરણ કર્યું હતું.આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીહાજર રહ્યા હતા. ત્યાર બાદ ગાંધીનગર હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ 2020નો પ્રારંભ થયો હતો. આ બિઝનેસ સમિટમાં આવેલા પાટીદાર ઉદ્યોગપતિઓ અને મહેમાનોનું ગુલાબની પાંખડીઓથી સરદારધામ અને આયોજકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ સમિટ 3 જાન્યુઆરીથી 5 જાન્યુઆરી સુધી ચાલશે. તેમજ વડોદરામાં પણ સરદારધામ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી.
2022માં સુરતમાં અને 2024માં રાજકોટમાં બિઝનેસ સમિટ યોજાશે
આ પ્રસંગે સરદારધામના પ્રમુખ સેવક ગગજી સુતરિયાએ જાહેરાત કરી હતી કે, વર્ષ 2022માં સુરતમાં ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ સુરતમાં યોજાશે. જ્યારે 2024ની ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ રાજકોટમાં યોજાશે. વડોદરામાં પણ સરદારધામ બનાવવામાં આવશે.
પાટીદારો ખેતીથી માંડી તમામ ક્ષેત્રોમાં છેઃ નાયબ મુખ્યમંત્રી
આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, પાટીદારો ખેતીથી માંડી તમામ ક્ષેત્રોમાં છે. હંમેશા સમાજના દાતાઓ મદદરૂપ થાય છે. કેટલાક લોકો ગુજરાતમાં સરકારી નોકરી ન મળતી હોવાનો આક્ષેપ કરે છે. અમે તેનો જવાબ તો આપીએ જ છીએ. પાંચ વર્ષમાં દોઢ લાખથી વધુ સરકારી નોકરીઓ આપી છે. તેમજ સરદારધામ તરફથી માર્ગદર્શન મળ્યું હોય એવા 300 ઉમેદવારને સરકારી નોકરી મળી છે. બધાને સરકારી નોકરી આપી છે, તેનો જવાબ સરકાર વતી સરદારધામે આપ્યો છે.
મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિત અનેક મહાનુભાવોની હાજરી
સમિટના પ્રથમ દિવસે સરદાર આ પ્રસંગે ઉપમુખ્યમંત્રી નીતિન પટેલ અને પ્રતિમા માટે દાન આપનાર રણછોડભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા. આ સિવાય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, મહેસુલ મંત્રી કૌશિક પટેલ અને ઉર્જા મંત્રી સૌરભ પટેલ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.