સરકારને આંદોલનની ભાષા જ સમજાય છે? સ્કૂલ ફી અને વીજ બિલ મુદ્દે ચાલુ થયું ઉપવાસ આંદોલન

કોરોના મહામારી જેવા સમયમાં સમગ્ર દેશમાં લોકડાઉન હતું. જેના કારણે દરેક લોકો ઘરે બેઠા હતા. અને તેઓની રોજગારી બંધ થઇ ગઈ હતી. લોકોને ખાવાના પણ…

કોરોના મહામારી જેવા સમયમાં સમગ્ર દેશમાં લોકડાઉન હતું. જેના કારણે દરેક લોકો ઘરે બેઠા હતા. અને તેઓની રોજગારી બંધ થઇ ગઈ હતી. લોકોને ખાવાના પણ ખૂટી રહ્યા હતા. એવા સમયમાં શાળાઓ એડવાન્સમાં ફી માંગી રહી છે અને વીજળીના બિલ કેમ ભરવા તે બાબતે બધા જ લોકો ચિંતિત છે. લોકો ઘણી માંગ કરી રહ્યા છે કે આ બંને બાબતો અંગે સમય આપવામાં આવે. ત્યારે સુરત શહેરના એક વ્યક્તિ આંદોલન પર ઉતર્યા છે.

સુરત શહેરના ઓલપાડ તાલુકાના કિરણ રેસીડેન્સીમાં રહેતા કિરીટ માકડિયા છેલ્લા ઘણા દિવસોથી ઉપવાસ પર બેઠેલા છે. તેમના આ ઉપવાસના આંદોલનનું કારણ એ છે કે લોકડાઉન દરમિયાન બંધ રહેલી તમામ સરકારી તથા ખાનગી સ્કૂલો કોલેજો હોટેલો તથા ટ્યુશનો ના વિદ્યાર્થીઓને છેલ્લા ચાર માસની ફી સંપૂર્ણપણે માફ કરવા અને રાજ્યના તમામ ગરીબ મધ્યમ વર્ગના ઘરેલુ વીજ બિલો માફ કરવા માટે સરકાર સમક્ષ માંગ કરી હતી.

રાજ્યના તમામ વિધાર્થીઓ ની 4 મહીના ની તમામ શૈક્ષણિક ફી માફી મુદ્દે અચોક્કસ મુદત ના ઉપવાસ પોતાના ઘર માં જ બેઠા છે. પોતાનો એક પણ બાળક સ્કૂલ માં ન હોવા છતાં આ વ્યક્તિ સમાજ માટે આંદોલન કરી રહ્યા છે. લોકડાઉન દરમિયાન દરેક લોકો ના ધધાં બંધ હોવાથી લોકો ને પોતાના બાળકોની ફી અને પોતાના ઘરના વિજબીલ માટે ઉઘરાણી આવતી હોય છે. પણ લોકો પાસે ખાવા માટે પણ પૈસા નથી તો સ્કૂલ ફી અને વીજ બિલ કેમ ભરવું? અત્યારે આ પરિસ્થતિ ઘણા ઘરોમાં સર્જાણી છે.

કિરીટ ભાઈ માકડીયા જે સુરતના ઓલપાડ તાલુકાના ઉમરા ગામે આવેલ કિરણ રેસિડેન્સી H-2,204 નંબરમાં પોતાના પરિવાર સાથે રહે છે. જ્યા સુધી બાળકો ની 4 મહિના ની ફી માફ નહિ કરે ત્યારે સુધી ઉપવાસ ચાલુ જ રહેશે એવી માંગ સાથે ઉપવાસ આંદોલન ચાલુ કર્યું છે. હવે મોટો સવાલ એ છે કે ઉપવાસ આંદોલન દરમિયાન જો આ વ્યક્તિ ની તબિયત ખરાબ થાય તો જવાબદારી કોની રહશે?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *