સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિએ હાહાકાર મચાવ્યો છે ત્યારે આવા સમયમાં પરિસ્થિતિ સંપૂર્ણ પણે બેકાબુ બની ગઈ હતી. કોરોનાની બીજી લહેરને કારણે કેટલાય લોકો મોતને ભેટી ચુક્યા છે અને કેટલાય લોકો પુરતી સારવાર અને નિદાનની અપૂરતી સુવિધાના કારણે લોકો આર્થિક અને માનસિક રીતે ભાંગી પડ્યા છે. જયારે આવા સમયમાં કોરોનાની આડઅસરને કારણે એક નવો ગંભીર રોગ મ્યુકરમાઈકોસિસથી લોકો પીડાઈ રહ્યા છે. ત્યારે હવે લોકો બ્લેક ફંગસ અને વ્હાઈટ ફંગસના શિકાર બની રહ્યા છે.
જોવા જઈએ તો છેલ્લા ઘણા સમયથી કોરોનાને કારણે શાળાઓ બંધ રાખવામાં આવી હતી. પરંતુ હવે શિક્ષણ વિભાગ દ્વારા 9 થી 11ના વર્ગો શરૂ કરવામાં આવ્યા છે. પરંતુ શાળા શરુ થતાની સાથે જ વિધાર્થીઓને કોરોનાનું ગ્રહણ લાગી રહ્યું હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
ત્યારે હાલમાં જ સુરતમાં શાળા શરૂ થતા જ વિદ્યાર્થીમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે સુરતની એક શાળામાંથી એક વિદ્યાર્થી પોઝિટીવ આવ્યો છે. જેના કારણે નગરપાલિકા એકશન મોડમાં આવી ગયું છે. કારણકે આ બનાવ બનતાની સાથે જ સુરત મહાનગર પાલિકા દ્વારા તુરંત પગલા લેવામાં આવ્યા છે.
સુરત શહેરના લીંબાયત વિસ્તારમાં આવેલ સુમન શાળા નંબર 5નો એક વિદ્યાર્થીનો રિપોર્ટ કોરોના પોઝિટીવ આવ્યો છે. જેના કારણે પાલિકા દ્વારા સંપૂર્ણ શાળા જ બંધ કરાવી દેવામાં આવી છે. કેટલાય સમયથી શાળા હજુ તો શરૂ થઈ હતી. ત્યાજ વિદ્યાર્થી પોઝિટીવ આવવા લાગ્યા છે જેના કારણે તંત્ર દોડધામ મચી જવા પામી છે.
સુમન શાળામાં ધોરણ 10માં અભ્યાસ કરી રહેલા એક વિધાર્થીનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. વિદ્યાર્થી પોઝિટીવ આવતાની સાથે જ ખાનગી શાળાઓ અને સરકારી શાળાઓમાં રેપિડ ટેસ્ટ શરૂ કરી દેવામાં આવ્યા છે. જોવા જઈએ તો સુમન શાળા નંબર 5ના અન્ય વિદ્યાર્થીઓનો રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.