સુરતમાં બેફામ બન્યા લુખ્ખા તત્વો: કોઈના પણ ડર વગર જાહેરમાં જ બાઇક સવારને બેહરમીથી માર્યો ઢોર માર -જુઓ વિડીયો

આજકાલ અસામાજિક તત્વોની દાદાગીરી ખુબ વધી ગઈ છે. સુરતમાં ગુનેગારો બેકાબૂ બની રહ્યા છે. જેનો ભાગ નિર્દોષ અને સામાન્ય લોકો બની રહ્યા છે. ત્યારે સુરત શહેરમાં ફરી એકવાર અસામાજિક તત્વોની દાદાગીરી સામે આવી છે. અનેક કિસ્સામાં ફરિયાદ કરવા છતાં પોલીસ આવા તત્વો સામે કોઈ કાર્યવાહી નથી કરતી, જેનાથી તેઓ બેફામ બનતા હોય છે. આ દરમિયાન સુરત શહેરમાં બાઇક પર સવાર એક યુવકને જાહેરમાં કેટલાક યુવાનોએ માર મારી દાદાગીરી કરી હોવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.

સુરત જાણે કે, ગુનાખોરીનું હબ બનતું હોય તેવું લાગી રહ્યું છે. સવાર પડતા જ અહીં ગુનેગારો બેફામ બન્યા હોય તેવી ફરિયાદ ઉઠે છે. પોલીસ આ અંગે કોઈ કાર્યવાહી કરતી નથી, જેને લઇને આવા તત્વો બેફામ બનતા હોય છે. આવા અસામાજિક તત્વો સામાન્ય નાગરિકો સમક્ષ દાદાગીરી કરીને પોતાનું વર્ચસ્વ સ્થાપવાનો પ્રયાસ કરતા હોય છે. જાણવા મળ્યું છે કે, સુરતના લસકાણા વિસ્તારમાં બનેલા બનાવમાં યુવાન સાથે પહેલા કેટલાક લોકો ઝઘડો કરે છે. ત્યારબાદ બાઈક સવાર યુવકને જાહેરમાં માર મારી બાઇક પરથી જમીન પર પાડી દઈને જાહેરમાં માર મારતા હોવાની ઘટના સામે આવી છે.

યુવાનને શા માટે માર મારવામાં આવ્યો છે તે અંગે હજુ સુધી કોઇ જાણકારી મળી નથી. જોકે, યુવાનને માર મારવાની ઘટનાએ નજીકના સીસીટીવીમાં કેદ થવા પામી હતી. કેટલાક સામાજિક તત્વો આ વિસ્તારમાં છેલ્લા લાંબા સમયથી આંતક મચાવતા હોવાથી સ્થાનિક લોકોએ અસામાજિક તત્વોની દાદાગીરીના સીસીટીવી ફૂટેજ વાયરલ કર્યાં છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

વીડિયો વાયરલ થતાની સાથે જ સરથાણા પોલીસ દોડતી થઈ ગઈ છે. હવે આ અસામાજિક તત્વો સામે સરથાણા પોલીસ આગામી દિવસોમાં કયા પ્રકારની કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું. આવા અસામાજિક તત્વો શહેરના અલગ અલગ વિસ્તારોમાં દાદાગીરી કરતા જોવા મળે છે. પોલીસ તેમના સામે કોઈ કડક કાર્યવાહી ન કરતી હોવાથી તેમની હિંમત વધતી હોય છે અને બીજો ગુનો કરવા તેઓ પ્રેરાતા હોય છે. જો પોલીસ આવા બેફામ તત્વોને પકડીને બરાબરનો પાઠ ભણાવે તો આવા બનાવો અટકી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *