ચાઇનાની કંપની ઓપ્પો (Oppo) એક જોરદાર ટેક્નોલોજી લઇને આવી છે. આ ટેક્નોલોજીનું નામ Mesh Talk છે. આ ટેક્નોલોજીની મદદથી ઓપ્પોનાં ફોનથી કોઈ સેલ્યુલર નેટવર્ક, બ્લુટુથ અથવા વાઇફાઇ કનેક્શન વગર વૉઇસ કોલ થઈ શકે છે.
અને ટેક્સ્ટ મેસેજ પણ મોકલી શકાય છે. જરૂરી એ છે કે તમે જે ફોનમાં કોલ કરી રહ્યા છો અથવા મેસેજ મોકલી રહ્યા છો, તે તમારાથી 3 કિમીની રેન્જમાં હોવો જોઇએ. ઓપ્પોએ આ નવી ટેક્નોલોજી શાંઘાઈમાં ચાલી રહેલ મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસ 2019 માં જોવા મળી છે.
3 કિમીની રેન્જમાં કરી શકાશે કોલ:
Oppoનું કહેવું છે કે વપરાશકર્તાઓ 3 કિમીની રેન્જમાં ઓપ્પોનાં ફોનમાં ટેક્સ્ટ અને વોઇસ મેસેજ મોકલી શકશે અને ફોન કોલ કરી શકશે. આ સિવાય, ઘણા ડિવાઇસીઝ એક એડ હોક સ્થાનિક વિસ્તાર નેટવર્ક પણ બનાવી શકશે.
જેનાથી ગ્રૂપ ચેટ્સ કરી શકાશે. સાથે જ આ સિંગલ રીલે દ્વારા કોમ્યુનિકેશન રેન્જને પણ વધારવામાં મદદ કરશે. ઓફિશિયલ બ્લોગ પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે Mesh Talk એક કસ્ટમ ચિપનો ઉપયોગ કરે છે, જે ડિસેન્ટ્રાઇલાઈઝેશન, ઝડપી ગતિ અને પાવરનો ઓછો વપરાશ કરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.