ગુજરાત(Gujarat): થોડા દિવસ પહેલા જ આમ આદમી પાર્ટી(AAP)ને એક સાથે 3 ઝટકા લાગતા ગુજરાતના રાજકારણમાં હડકંપ મચી ગયો હતો. મહેશ સવાણીના રાજીનામાં બાદ આમ આદમી પાર્ટી તૂટી ગઈ હોય તેવું લાગી રહ્યું હતું પરંતુ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો અને કાર્યકર્તાઓ મહેશ સવાણી(Mahesh Savani)ને મળવા પહોંચી ગયા હતા.
આમ આદમી પાર્ટી છોડ્યા પછી મહેશ સવાણીને સુરત ખાતે શહેર કોર્પોરેશનના સભ્યો તેમણે મળવા માટે પહોંચી ગયા હતા. આમ આદમી પાર્ટીની કોર્પોરેટર ટીમે મહેશ સવાણીની મુલાકાત લેવા માટે પહોંચી ગયા હતા. આમ આદમી પાર્ટી સુરત શહેર પ્રમુખ મહેન્દ્ર નાવડિયા તેમજ સુરત મહાનગરપાલિકાનાં વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરીનાં નેતૃત્વમાં કોર્પોરેટરોએ મહેશ સવાણીની મુલાકાત કરી હતી.
આ સમયે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર મહિલાઓ રડી પડી હતી અને મહેશ સવાણીને પક્ષ ન છોડવા માટે વિનંતી કરી હતી. આ સમયે એક કોર્પોરેટર તો મહેશ સવાણીના પગે પડી ગયા હતા અને પક્ષ ન છોડવા માટે આજીજી કરવા લાગ્યા હતા. કોર્પોરેટર રચના હિરપરા, વિપુલ સુહાગીયા, પાયલ સાકરિયા, શોભના કેવડીયા, મોનાલી હિરપરા, અશોક ધામી સહિતની કાર્યકર્તાઓની આખી ટીમ આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા મહેશ સવાણીને મળ્યા હતા.
ત્યારે હાથ જોડીને રડી રહેલી એક યુવતી આમ આદમી પાર્ટી સુરત શહેર મહિલા સહ સંગઠનમંત્રી મુમતાઝ મુલતાની મહેશ સવાણીને મળ્યા પહેલા ફેસબુક પર એક પોસ્ટ કરી હતી અને બીજે દિવસે મહેશ સવાણીને મળવા ગઈ ત્યારે આ પોસ્ટ ડીલીટ કરી દીધી હતી. તેમાં લખ્યું હતું કે, જેને પણ જેનો પણ જે સવાલ હોય મારો એકજ જવાબ છે આમ આદમી પાર્ટી કાલે પણ હતી આજે પણ છે હંમેશા રહેશે જે પાર્ટી માંથી નીકળ્યા છે એ લોકો ના પોત પોતાના અંગત કારણો પણ હોય શકે એનો મતલબ એવું નથી. જેમને બદલાવ જોવે છે તે આજે પણ આમ આદમી પાર્ટીની સાથે જ છે અને હશે.
વધુમાં કહ્યું કે, મહેશભાઈ સવાણીનો ખુબ ખુબ આભાર જેટલો સમય આપ્યો ખુબ સારો આપ્યો પાર્ટી માટે સંગઠન મજબૂત કરવા માટે અને આજે એમના અંગત કારણો ના લીધે નીકળ્યા હશે આવું તો બધું ચાલ્યાજ કરશે કોઈ જોડાશે કોઈ નીકળશે પણ કોઈ એ નર્વસ નથી થવાનું જયારે સુરત માં 27 સીટ આવી ત્યારે કોઈ મોટા નેતા નય હતા ગોપાલ ઈટાલીયા સાહેબ ની મેહનત અને બધાના સાથ સહકાર થી ગુજરાત માં આપરે એક દિવસ આવસુ સત્તા માં અને તો પણ આજે વિપક્ષ માં તો બેઠા જ છે એ માટે બધા ને ખુબ વિનંતી કે AAP ના સાથે રહીને સાથ સહકાર આપવા વિનંતી.
આમ આદમી પાર્ટી ન છોડવા માટે સતત આજીજી કરતા જોવા મળી રહ્યા હતા. સૌ સાથે મળીને પરિવર્તનની લડાઈ લડવાની હાંકલ કરવા માટે આમ આદમી પાર્ટીની કાર્યકર્તા ટીમ અને કોર્પોરેટર ટીમ મહેશ સવાણીને મળવા પહોંચી આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.