Organ donation in Surat: આજે ફરી એકવાર ઓર્ગનસીટી તરીકે જાણીતા સુરતમાં નવી સિવિલ હોસ્પિટલ ખાતે આજે ગુરુવારે દરમિયાન ત્રીજુ સફળ અંગદાન(Organ donation in Surat) થયું હતું. આ સાથે જ સુરત સિવિલમાં થયેલા સફળ અંગદાનની સંખ્યા 55 થઈ ગઇ છે. સુરત જિલ્લાના માંડવી ખાતે રહેતા આદિવાસી યુવાન ફતેસિંગભાઈ ચૌધરીને બ્રેઈનડેડજાહેર થતા તેઓના બે કિડની, લિવર તથા ફેફસાનું દાન થયું હતું. જેના થકી ચાર વ્યકિતઓને નવજીવન મળશે.
અકસ્માત બાદ બ્રેઈનડેડ યુવાન
મળતી માહિતી અનુસાર સુરત જિલ્લાના માંડવી તાલુકાના નવાપુરાગામના પરવત ફળિયામાં રહેતા અને મજૂરીકામ કરતા 31 વર્ષીય ફતેસિંગભાઇ નરોત્તમભાઇ ચૌધરી 13 જાન્યુઆરીના સવારે કામરેજ ઉધોગનગર બ્રિજ નીચે બાઈક ચલાવીને જતા હતા, ત્યારે અચાનક પાછળથી ટેમ્પાની ટક્કર લાગવાથી પડી ગયા હતા. અજાણ્યા વ્યક્તિ દ્વારા ઘર પરીવારને ફોન કરી જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ કામરેજની સરકારી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.
મૃતકના પરિવાર તરફથી સહમતી મળ્યા બાદ અંગદાન કરવામાં આવ્યું
મૃતકના પરિવારમાં ફક્ત પિતા નરોત્તમભાઇ તથા માતા કંકુબેન ચૌધરી જ છે. પરિવારજનોને સોટોની ટીમના આર.એમ.ઓ. ડો.કેતન નાયક, ડો.નિલેશ કાછડીયા, ગુજરાત નર્સિંગ કાઉન્સીલના ઈકબાલ કડીવાલા, કાઉન્સેલર નિર્મલા કાથુડએ અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું. ત્યાર બાદ મૃતકના પરિવારની સંમતિ મળતા આજે અંગોનું દાન કરાયું હતું.
55મુ સફળ અંગદાન થયું
અંગદાન બાદ બ્રેઈનડેડ ફતેસિંગભાઈના બન્ને કિડ્ની અને લિવરને અમદાવાદની આઇ. કે.ડી. ટીમ હોસ્પિટલ અમદાવાદ તથા ફેફસાને મુંબઈની ગ્લોબલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. સિવિલના મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.ગણેશ ગોવેકરના માર્ગદર્શન હેઠળ તબીબી અને નર્સિંગ સ્ટાફ, સિકયુરિટી સ્ટાફ, સફાઈ કર્મચારીઓ તેમજ જાગૃત્ત સ્વયંસેવકોએ અંગદાનમાં મહત્વનું કામ કર્યું હતું. આ સાથે જ નવી સિવિલ હોસ્પિટલ તંત્રના સફળ પ્રયાસોના પરિણામે આજે વધુ એક અંગદાન સાથે 55મું અંગદાન થયું છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લaખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube