સુરત(Surat): સુરતમાં 65 વર્ષીય વૃદ્ધ દિગંબર જૈન સમાજના પવન મહાવીર જૈન બ્રેઈનડેડ(Braindead) જાહેર થયાં હતાં. જેથી પરિવારેના શરીરના અંગોનું દાન(Organ donation) કરવાનો નિર્ણય કર્યો હતો. કિડની(Kidney), લિવર(Liver) અને ચક્ષુઓનું દાન કરી પાંચને નવું જીવન અપાયું હતું. સાથે જ માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવવા પ્રયાસ કરવામાં આવ્યું હતું.
બ્લડપ્રેશર વધી ગયું હતું:
વાસ્તવમાં, મૂળ ગામ ઢુમાની બજાર, જીલ્લો-બર્ધમાન, પશ્ચિમ બંગાળના રહેવાસી અને હાલ સુરત વિધાતાનગર સોસાયટી, પુણાગામ ખાતે રહેતા પવન મહાવીર જૈન ગુરુવાર તા.26 મેં નારોજ સવારે નાસ્તો કરી બેઠા હતા ત્યારે બ્લડપ્રેસર વધી જવાથી અને ઉલટીઓ થતા તેઓ બેભાન થઇ ગયા હતા. પરિવારજનોએ તેમને તાત્કાલિક સ્મીમેર હોસ્પીટલમાં દાખલ કરી પ્રાથમિક સારવાર મેળવ્યા બાદ વધુ સારવાર માટે તેમને કિરણ હોસ્પિટલમાં ન્યુરોસર્જન સારવાર હેઠળ દાખલ કર્યા હતા. નિદાન માટે સીટી સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ થયું હોવાનું નિદાન થયું હતું.
બ્રેઈનડેડ જાહેર થયા હતા:
શુક્રવાર તા.27 મે નારોજ ન્યુરોફીસર્જન ન્યુરોફીજીશિયન ઇન્ટેન્ટસીવીસ્ટ મેડિકલ ડાયરેક્ટર ડૉ.મેહુલ પંચાલે પવનભાઈને બ્રેનડેડ જાહેર કરતા કિરણ હોસ્પીટલના મેડિકલ ડાયરેક્ટર ડોનેટ લાઈફના સ્થાપક-પ્રમુખનો ટેલીફોનીક સંપર્ક કરી પવનભાઈના બ્રેઈનડેડ અંગેની જાણકારી આપી. આ દરમિયાન ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી ડૉ.મેહુલ પંચાલ સાથે રહી પવનભાઈના પુત્ર દીપક, જમાઈ વિકાસ તેમજ પરિવારના અન્ય સભ્યોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી.
પરિવારે અંગદાનની સંમતિ આપી:
પવનભાઈના પરિવારમાં તેમની પત્ની પુષ્પા 65 વર્ષ, પુત્ર દીપક 40 વર્ષ, બે પુત્રીઓ પૂજા 39 વર્ષ અને પ્રીતિ 37 વર્ષની છે. પવનભાઈના પુત્ર દીપકના જણાવ્યા અનુસાર, અમે વારંવાર વર્તમાનપત્રોમાં અંગદાનના સમાચારો વાંચતા હતા ત્યારે અમે વિચારતા કે આ એક ઈશ્વરીય કાર્ય છે. આજે જ્યારે મારા પિતાજી બ્રેઈનડેડ છે અને તેમનું મૃત્યુ નિશ્ચિત જ છે ત્યારે શરીર બળીને રાખ થઇ જાય તેના કરતા તેમના અંગોના દાન થકી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવુંજીવન મળતું હોય તો અંગદાન કરાવવા માટે આપ આગળ વધો.
મળતી માહિતી અનુસાર, SOTTO દ્વારા કિડની અને લિવર સુરતની કિરણ હોસ્પીટલને ફાળવવામાં આવ્યા છે. બંને કિડનીઓનું દાન સુરતની કિરણ હોસ્પીટલના ડો.મુકેશ આહીર, ડૉ.જીગ્નેશ ઘેવરીયા, ડૉ.કલ્પેશ ગોહિલ, ડો.પ્રમોદ પટેલ અને તેમની ટીમે સ્વીકાર્યું, જયારે લિવરનું દાન ડો.ધનેશ ધનાણી, ડો.મિતુલ શાહ, ડો.પ્રશાંથ રાવ અને તેમની ટીમે સ્વીકાર્યું. જ્યારે ચક્ષુઓનું દાન કિરણ હોસ્પીટલના ડૉ.સંકીત શાહે સ્વીકાર્યું છે.
ડોનેટ લાઈફ તેમજ સમગ્ર સમાજ સ્વ. પવન મહાવીર જૈન અને તેમના સમગ્ર પરિવારને તેમણે કરેલા અંગદાનના નિર્ણય માટે સલામ કરે છે. તેમના આ અંગદાનના નિર્ણયને કારણે કેટલાય લોકોને નવજીવન મળશે. દાનમાં મેળવવામાં આવેલી બંને કિડનીમાંથી એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ વાલીયા, ભરૂચના રહેવાસી 22 વર્ષીય યુવાનમાં, બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ સુરતની રહેવાસી 28 વર્ષીય યુવતીમાં, લિવરનું ટ્રાન્સપ્લાન્ટ સુરતના રહેવાસી 53 વર્ષીય વ્યક્તિમાં સુરતની કિરણ હોસ્પિટલમાં કરવામાં આવ્યું છે. જયારે બંને ચક્ષુઓ માંથી એક ચક્ષુનું ટ્રાન્સપ્લાન્ટ 68 વર્ષીય મહિલામાં, બીજા ચક્ષુનું ટ્રાન્સપ્લાન્ટ 54 વર્ષીય વ્યક્તિમાં કિરણ હોસ્પિટલમાં ડૉ.સંકીત શાહ દ્વારા કરવામાં આવ્યું છે. આ રીતે 5 લોકોને નવજીવન પ્રાપ્ત થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.