Child organ donation: હીરાનગરી તરીકે જાણીતું સુરત શહેર હવે ઓર્ગન ડોનર સિટી તરીકે ખ્યાતિ પામી રહ્યું છે.જેમાં નાના બાળકોના અંગદાન( Child organ donation ) થાકી લોકોને નવજીવન મળ્યું હોઈ તેવા ભૂતકાળમાં બનાવ આવી ચુક્યા છે.ત્યારે આજે ફરી એકવાર સુરતમાં વિસ મહિનાના કુમળા ફૂલ જેવા બાળકના અંગદાનના કારણે 5 લોકોને નવજીવન મળ્યું છે.નવા વર્ષની શરૂઆતમાં ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા વીસ મહિનાના બાળકના અંગોનું દાન સુરતથી કરાવવામાં આવ્યું હતું. શ્રી સુરતી મોઢ વણિક સમાજના બ્રેઈનડેડ રિયાંશ યશ ગજ્જરના પરિવારે ડોનેટ લાઈફ સંસ્થાના માધ્યમથી વીસ મહિનાના રિયાંશના કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી પાંચ બાળકોને નવજીવન બક્ષી, માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે.
રિયાંશ આકસ્મિક રીતે ઘરના પહેલા માળેથી નીચે પડી ગયો
સુરત શહેરના વીરપુર મંદિર પાસે પાલનપુર પાટિયા કેનાલ રોડ પર રહેતા યશ અજયકુમાર ગજ્જર ખાનગી બેંકના હોમ લોન વિભાગમાં સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરે છે. 28 ડિસેમ્બરના રોજ સાંજે 7:00 વાગ્યાના સુમારે તેમનો 20 મહિનાનો પુત્ર રિયાંશ આકસ્મિક રીતે ઘરના પહેલા માળેથી નીચે પડી ગયો હતો જેના કારણે તેને માથામાં ગંભીર ઈજા થઈ હતી. પિતા અને પરિવારના અન્ય સભ્યો તેને તાત્કાલિક અમર ચિલ્ડ્રન હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. જ્યાં સારવાર દરમિયાન 1લી જાન્યુઆરીના રોજ તબીબોની ટીમે 20 માસના બાળક રિયાન્સને બ્રેનડેડ જાહેર કર્યો હતો.
ડોનેટ લાઈફની ટીમે રિયાંશના પિતા યશ, માતા ધ્વની, દાદાજી અજયકુમાર, દાદીમાં મેઘનાબેન, નાનાજી રાજેશભાઈ, નાનીમાં હર્ષાબેન, વરૂણભાઈ, સુધીરભાઈ, ગજ્જર પરિવારના અન્ય સભ્યોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી.ત્યારે પરિવારના સભ્યોએ અંગોનું દાન કરતા પહેલા વિચાર્યું હતું કે જો તેમનું બાળક હવે નથી તો તેના અંગો કોઈને દાન કરીને તેને નવું જીવન આપી શકાય છે અને તેના અંગોથી ફરીથી બીજાના શરીરમાં જીવી શકે છે. પરિવારની સંમતિ બાદ અંગદાનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. ડોનેટ લાઈફ ખાતે SOTTOનો સંપર્ક કરવામાં આવ્યો હતો.
પોલીસ દ્વારા અત્યાર સુધી 113 ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યા
સુરત થી મુંબઈ લિવર રોડ માર્ગે સમયસર પહોચાડવા માટે સૌ પ્રથમ વખત સુરત થી મુંબઈ સુધીનો 281 કિલોમીટરનો ગ્રીન કોરીડોર બનાવીને 225 મીનીટમાં લિવરને મુંબઈ નાણાવટી હોસ્પિટલ માં પહોચાડવામાં આવ્યું હતું. જેમાં સુરત શહેર, સુરત ગ્રામ્ય, નવસારી ગ્રામ્ય, વલસાડ પોલીસ તેમજ મહારાષ્ટ્રના વિવિધ જીલ્લા પોલીસનો સહકાર મળ્યો હતો, ઉલ્લેખનીય છે કે ગુજરાતની બોર્ડર ભીલાડ ચેક પોસ્ટ થી મુંબઈની નાણાવટી હોસ્પિટલ સુધીના ગ્રીન કોરીડોર માટે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડનવીસજી એ પ્રત્યક્ષ દેખરેખ રાખી સહકાર આપ્યો હતો.
હૃદય, ફેફસા, હાથ, નાનું આતરડું, લિવર અને કિડની જેવા મહત્વના અંગો દેશના જુદા- જુદા શહેરોમાં સમયસર પહોંચાડવા માટે સુરત શહેર પોલીસ દ્વારા અત્યાર સુધી 113 ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યા છે. સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા કુલ 1205 અંગો અને ટીસ્યુઓનું દાન કરાવવામાં આવ્યું છે જેમાં 494 કિડની, 213 લિવર, 50 હૃદય, 46 ફેફસાં, 8 પેન્ક્રીઆસ, 4 હાથ, 1 નાનું આતરડું અને 389 ચક્ષુઓના દાનથી દેશ અને વિદેશના કુલ 1106 વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube