સમસ્ત પાટીદાર સમાજની એકતાનું ધામ એટલે કે ‘સરદારધામ’.(Sardardham) સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણનાં લક્ષ્ય સાથે કાર્ય કરતી આ સંસ્થા સમાજની સુખાકારી અને યુવાશક્તિના સર્વાગી વિકાસ માટે પાંચ લક્ષ્યબિંદુઓ સાથે કાર્યરત છે. જે પૈકી અલગ અલગ ઝોનમાં પરવડે તેવા છાત્રાલયનું નિર્માણ કરવું, UPSC- GPSC સિવિલ સર્વિસ સેન્ટર, ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઇઝેશન (GPBO), ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ (GPBS) અને યુવા સંગઠનનો સમાવેશ થાય છે. સરદારધામ હોસ્ટેલમાં દીકરા-દીકરીઓ માટે રહેવા- જમવા- તાલીમ-માર્ગદર્શનની વ્યવસ્થા પુરી પાડવામાં આવે છે. જેમાં તમામ દીકરીઓને માત્ર 1 રૂપિયાના વાર્ષિક દર થી વ્યવસ્થા અપાય છે.
સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર સાથે શૈક્ષણિક અને આર્થિક ઉત્થાન માટેની આ સુવિધાઓ દક્ષિણ ગુજરાતને પણ પ્રાપ્ત થાય એ હેતુથી આગામી સમયમાં અંત્રોલી વેલંજા મુકામે 31 વિઘામાં સરદારધામ દક્ષિણ ગુજરાતનાં પ્રોજેક્ટનું મહાભૂમિપૂજન કરવામાં આવશે. તે માટેની પ્રોજેક્ટ સ્થળે સંકલન મિટિંગનું પ્રથમ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વેલંજા, ઉમરા, શેખપુર, અંત્રોલીનાં બિલ્ડર, ડેવલપર્સ, સોસાયટી પ્રમુખો, હોદ્દેદારો અને સામાજીક આગેવાનો સાથે મોટી સંખ્યામાં ગુણાત્મક સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ મીટિંગમાં પ્રોજેક્ટ વિશે માહિતી, પ્રોજેક્ટનું આ વિસ્તારમાં મહત્વ તેમજ ભૂમિપૂજનનાં પ્રાથમિક આયોજન વિશે માહિતી આપવામાં આવી હતી.
સરદારધામ(Sardardham) દ્વારા આ વિસ્તારનાં યુવાનોને યુવા સંગઠન કન્વીનરો અને સહકન્વીનરો તરીકેની નિમણુંક કરી નિયુક્તિ પત્ર આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે નાનુભાઈ વાનાણી, ધીરુભાઈ માલવીયા, જયંતીભાઈ એકલારા, મનહરભાઈ સાચપરા, શિવાભાઈ સવાણી, ભુપતભાઈ ખોપાળા, RC ભગત, મનસુખભાઈ MTC, હસમુખભાઈ હિરપરા એકતા ગ્રુપ સાથે અનેક સામાજીક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું આયોજન સરદારધામ યુવા ટિમ સુરત દ્વારા કરવામાં આવ્યું હતું.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube