બારડોલીમાંથી માનવતા શર્મસાર કરતી ઘટના સામે આવી છે. છોકરીઓ ઉપર એસિડ એટેકની ઘણી ઘટનાઓ તમે સાંભળ્યા છે, પરંતુ હવે તો નરાધમોએ માનવતાની દરેક હદો વટાવી દીધી છે. બારડોલીમાં ગૌમાતા પર એસિડ એટેક કર્યો હતો, જેના કારણે બંને ગાયો ગંભીર રીતે ઘાયલ થઈ હતી.
બારડોલીના ઇસરોલીમાં ગામમાં દરરોજ તરછોડાયેલી ગાયો ત્યાં આવીને બેસે છે. પરંતુ ગત રાતે એવી ઘટના બની હતી કે, ગૌ પ્રેમીઓમાં રોષ ફેલાયો હતો. ગતરાતે બે ગૌમાતા પર નરાધમો એસિડ એટેક કર્યો હતો. ગાયની સાથે વાછરડું પણ હતું, અને એસિડ નાખવાને કારણે ઊંડો ઘા પડયો હતો.
ફ્રેન્ડ્સ ઓફ એનિમલ્સ વેલફેર ટ્રસ્ટના સભ્યો તાત્કાલિક વાછરડાને સારવાર અર્થે હોસ્પિટલ લઇ ગયા હતા. અને એક ગાય ઉપર એસિડ ફેંકતા ગૌમાતા ની ચામડી ફાટી ગઈ હતી અને લોહી નીકળવા લાગ્યું હતું. આ નરાધમો ને થોડો પણ વિચાર ન આવ્યો કે, ગૌમાતા પર એસિડ એટેક ફેંકવું કેટલું યોગ્ય છે?
ગ્રામ્યજનો એ આ બંને ઘાયલ ગૌમાતાની મદદ કરી હતી. સાથોસાથ ગૌમાતા પર એસિડ એટેક કરનાર નરાધમ ઉપર દરેક ગામવાસીઓએ રોષ ઠાલવ્યો હતો. સાથોસાથ જાગૃત નાગરિક અને ગૌરવ પ્રેમીઓએ, આ નરાધમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવાની અપીલ કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.