સુરતની ડાયમંડ હોસ્પિટલમાં એક જ દિવસમાં 23 બાળકોનો જન્મ થતાં ખીલખીલાટથી ગુંજી ઉઠી હોસ્પિટલ

સુરત(SURAT): વરાછા વિસ્તારમાં આવેલ ડાયમંડ એસોસિએશન(Diamond Association) આરોગ્ય સમિતિ સંચાલિત “માતૃશ્રી રામુબા તેજાણી અને માતૃશ્રી શાંતાબા વિડીયા હોસ્પિટલ” (ડાયમંડ હોસ્પિટલ-Diamond Hospital) માં 29/06/2022 રોજ એક જ દિવસમાં ટોટલ 23 ડીલીવરી થતા હોસ્પિટલનું વાતવરણ બાળકોના ખીલખિલાટથી ગુંજી ઉઠ્યું હતું . 23 બાળકોમાં 12 દીકરી અને 11 દીકરાનો સમાવેશ થાય છે અને તમામ બાળકો તંદુરસ્ત હોવાનું કહેવામાં આવ્યું છે.

ડાયમંડ હોસ્પિટલના 8 વર્ષના ઈતિહાસ માં 23 ડીલીવરી સાથે સુરતમાં એક નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે,જે બદલ હોસ્પિટલના ગાયનેકોલોજિસ્ટ ડૉ.રિધ્ધિ વાઘાણી , ડૉ.કલ્પના પટેલ, ડૉ.ભાવેશ પરમાર અને સ્થેટીક ડૉ.અલ્કા ભૂત, ડૉ.આકાશ ત્રિવેદી તેમજ ગાયનેક વિભાગ તેમજ ઓ.ટી. વિભાગના સ્ટાફમાં હર્ષ અને ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આ ઉપરાંત, ટ્રસ્ટીઓ અને મેનેજમેન્ટ દ્વારા ડોકટર અને સ્ટાફના આ ઉમદા કાર્ય બદલ સૌનો અભિનંદન સાથે આભાર વ્યક્ત કર્યો હતો.

ડાયમંડ હોસ્પિટલમાં નોર્મલ ડીલીવરીનો ચાર્જ માત્ર 1800 રૂપિયા છે અને દીકરીનો જન્મ થાય તો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. તેમજ સિઝેરિયન ડીલીવરીનો નો ચાર્જ માત્ર 5000 રૂપિયા છે. તેમજ ડાયમંડ હોસ્પિટલમાં કોઈ પણ દંપતીને ત્યાં એક કરતા વધારે દીકરીનો જન્મ થાય તો પ્રત્યેક દીકરીને હોસ્પિટલ તરફથી એક લાખ રૂપિયાના બોન્ડ આપવામાં આવે છે.

ડાયમંડ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં 2000 દીકરીઓને કુલ 20 કરોડના બોન્ડ આપવામાં આવ્યા છે. ભારત સરકાર દ્વારા શરુ કરવામાં આવેલ “બેટી બચાવો-બેટી વધાવો યોજના”ને સાર્થક કરવામાં ડાયમંડ હોસ્પિટલ દ્વારા સહભાગી બનીને સમાજને એક નવી રાહ ચીંધી છે. જે બદલ હોસ્પીટલના ટ્રસ્ટીઓ તેમજ હોદ્દેદારો ગર્વની લાગણી અનુભવી રહ્યા છે .

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *