Mehsana News: મહેસાણાના કડી તાલુકાના જાસલપુર ગામની સીમમાં આવેલ એક કંપનીમાં ભેખડ ધસી પાડવાની ઘટના સામે આવી છે. ત્યારે આ ભેખડ પડવાના કારણે તેના નીચે 7 મજૂરો દટાયા છે જેમાં 3 લોકોના મોત થયા છે જયારે મોતનો એકડો હજુ વધે તેવી શક્યતા (Mehsana News) રહેલી છે. ત્યારે આ ઘટનાના પગલે આ અંગે પોલીસને જાણ થતા પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચ્યો હતો અને આ અકસ્માત અંગે તપાસ હાથ ધરી છે.
3 મજૂરોના મોત
જાસલપુર ગામની સીમમાં સ્ટીલ ઇનોક્સ સ્ટેઇનલેસ પ્રા.લી.માં કામ કરતી વખતે માટીની ભેખડ પડતા 7થી વધુ મજૂરો દટાઈ જવાની ઘટના સામે આવતા ફફડાટ મચી જવા પામ્યો હતો. જેમાં 3 મજૂરોના મોત નિપજ્યા છે. જ્યારે 4થી વધુ મજૂરો હજુ દટાયેલા છે. જેમને હાલ JCBની મદદથી બહાર કાઢવવામાં આવ્યા છે. ત્યારે આ ઘટનાની જાણ પોલીસ તથા પ્રશાશનને થતા ઘટના સ્થળે પાંચ જેટલી એમ્બ્યુલન્સ તથા પોલીસનો કાફલો આવી પહોંચ્યો હતો.
સેફટી અંગે ઉઠ્યા સવાલ
આ ઘટનાના પગલે આસપાસના વિસ્તારોમાં ભારે અફરાતફરી સર્જાઈ છે. તેમજ આ 3 મજૂરોની લાશને પોલીસે પીએમ અર્થે ખસેડીને તેના પરિવારનો સંપર્ક સાધ્યો છે. ત્યારે આ ઘટનાના પગલે કંપનીમાં સેફટી અંગેના અનેક સવાલ ઉઠી રહ્યા છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App