ચાલુ વરસાદમાં પુરપાટ ઝડપે ગાડી ચલાવવી ભારે પડી! કાર બેકાબુ થઇ હવામાં ફંગોળાઈને ઝાડ સાથે અથડાઈ

Over speeding car accident in rajkot: રાજ્યમાં વર્ષાઋતુ નો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે રાજકોટ શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો. જોકે આ વરસાદના કારણે રાજકોટમાં(Over speeding car accident in rajkot) એક મોટી દુર્ઘટના બનતા ટળી હતી. રાજકોટ શહેરમાં કાર ની વૃક્ષ સાથે અથડામણ થયી હતી.

શહેરમાં રવિવારે મેઘરાજાએ એન્ટ્રી કરી લીધી હતી. શહેરમાં પડેલા ધોધમાર વરસાદથી લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો. વરસાદના કારણે રાજકોટમાં એક દુર્ઘટના બનતા તળી ગઈ હતી. રાજકોટ શહેરમાં રવિવારે સાંજના સમયે એક કાર ઝડપી જ રીંગ રોડ નીકળી હતી. આ સમય કાર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને સીધી જ વૃક્ષ સાથે અથડાઈ ગયો છે.

આ કાર ઓવર સ્પીડમાં હોવાનું ત્યાં ઉભેલા રહાદારીઓ જણાવ્યું હતું આકારની સ્પીડ એટલી હતી કે તે ઝાડ સાથે અથડાયા બાદ હવામાં પણ ફંગોળાઈ ગઈ હતી. ઝાડ સાથે અથડાયેલા આ કારમાં સવાર બે યુવાનોને ભારે માત્રામાં ઈજા પહોંચ્યા હતી.

સામાન્ય રીતે રવિવારે રેસકોસ રીંગરોડ એ લોકોના ટ્રાફિકથી ધમધમતો હોય છે. ખાસ કરીને રવિવારની સાંજે રેસકોર્સ રીંગરોડ પર બેસવાની પણ જગ્યા નથી મળતી. જોકે, આજે રવિવાર હતો પરંતુ વરસાદના કારણે લોકો રીંગરોડ પર ફરવા નહોતા નીકળ્યા. તે સમયે કાર ઝાડ સાથે અથડાય ત્યાં વરસાદના કારણે સદનસીબે કોઈ હાજર ન હતું. જો લોકોની હાજરી હોત તો કદાચ કોઇને મોટી ઇજા પણ પહોંચી શકતી હતી.

આ ઘટનામાં બંને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. બીજી તરફ, પોલીસે પણ ઓવર સ્પીડે કાર ચલાવવા સહિતના અલગ-અલગ મુદ્દે તપાસ હાથ ધરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *