સુરત બાદ ગુજરાતના વધુ એક શહેરમાં યોજાશે ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર- લાખોની મેદની ઉમટશે તેવી આશા

Dhirendra Shastri in Rajkot: બાગેશ્વર ધામ (Bageshwar Dham) સરકારના મહંત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી (Dhirendra Krishna Shastri in gujarat) ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. જો વાત…

Dhirendra Shastri in Rajkot: બાગેશ્વર ધામ (Bageshwar Dham) સરકારના મહંત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી (Dhirendra Krishna Shastri in gujarat) ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. જો વાત કરવામાં આવે તો બાગેશ્વર ધામ સરકારના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો રાજકોટ (Rajkot)ના રેસકોર્સ મેદાન ખાતે બે દિવસીય દિવ્ય દરબાર લાગવા જઈ રહ્યો છે અને જેની તારીખો પણ સામે આવી ચૂકી છે. આગામી 1લી અને 2જી જૂને શહેરના રેસકોર્સ મેદાનમાં બાગેશ્વર ધામના ‘બાબા બાગેશ્વર’નો દિવ્ય દરબાર યોજાશે. ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારને લઈને લોકલ કમિટી પણ બનાવવામાં આવી છે.

આ અંગે મળતી માહિતી અનુસાર, આયોજન સમિતિના સદસ્ય યોગીનભાઈ છનિયારાએ જણાવતા કહ્યું હતું કે, રાજકોટની પાવન ધરતી ઉપર રેસકોર્સ મેદાનમાં આગામી 1 જૂન અને 2 જૂનના રોજ વિશ્વ પ્રસિદ્ધ બાગેશ્વરધામ બાલાજી હનુમાનના આસ્થાના કેન્દ્ર અને બાગેશ્વરધામ મધ્યપ્રદેશના પિઠાધિપતિ પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી રાજકોટમાં સનાતન હિન્દુ ધર્મના પ્રચાર માટે આવી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, બાબા બાગેશ્વરના દિવ્ય દરબારને લઈને બાગેશ્વરધામ સેવા સમિતિ રાજકોટ દ્વારા પુરા જોશમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ દરબારને લઈને લોકલ કમિટીની પણ રચના કરવામાં આવી છે.

કેટલી સંપત્તિના સ્વામી છે બાબા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ?

જો વાત કરવામાં આવે તો બાગેશ્વર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીને તેમની સંપત્તિને લઈને ઘણીવાર સવાલ કરવામાં આવી ચુક્યા છે કે તેમની કમાણી કેટલી છે? તેનો જવાબ આપતા બાગેશ્વર ધામના પ્રમુખે જણાવતા કહ્યુ કે – અમારી કોઈ ફિક્સ આવક હોતી નથી, કારણ કે અમારે કોઈ કંપની કે બિઝનેસ નથી. અમારી પાસે કરોડો સનાતનિઓનો પ્રેમ, લાખો કરોડો લોકોની દુવાઓ અને અનેક સંતોના આશીર્વાદ છે, બસ આ જ અમારી કમાણી છે.

રિપોર્ટ અનુસાર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીની દર મહિને કમાણી આશરે 3.5 લાખ રૂપિયા છે. પરંતુ તેની કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીની પાસે એક જૂનુ ઘર છે. બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીની પાસે એક ગદા અને એક પ્યાલો છે જે તે હંમેશા પોતાની સાથે રાખે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *