ખુદ પ્રદાનમંત્રી કોરોના વાઇરસની ઝપેટમાં, રિપોર્ટ પોઝિટિવ જોવા મળ્યો – જાણો વિગતે

ચીન સહિત વિશ્વના અનેક દેશોમાં કોરોના વાયરસ હજુ થંભવાનું નામ લેતો નથી. ચીનથી ફેલાયેલા કોરાના વાયરસે હવે કેનેડામાં પણ દસ્તક આપી દીધી છે. કેનેડાના વડાપ્રધાન…

ચીન સહિત વિશ્વના અનેક દેશોમાં કોરોના વાયરસ હજુ થંભવાનું નામ લેતો નથી. ચીનથી ફેલાયેલા કોરાના વાયરસે હવે કેનેડામાં પણ દસ્તક આપી દીધી છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિસ ટ્રૂડો કોરોના વાઈરસથી સંક્રમિત છે. અને તેમના પત્ની સોફી ટ્રુડોમાં પણ કોરોનાના થોડા ઘણા લક્ષણો જોવા મળ્યા છે. કેનેડાના સ્વાસ્થ્ય મંત્રાલયે નિવેદન આપી આ અંગેની પુષ્ટી કરી છે. સોફી સાથે હવે જસ્ટિસ પણ આઈસોલેશનમાં રહેશે તેઓ ઘરેથી જ સરકારી કામકાજ સંભાળશે. સોફી મંગળવારે જ લંડનથી પાછા આવ્યા હતા. ત્યારબાદથી જ તેઓ બિમાર હતા. ગુરુવારે તેમનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો.

શારીરિક લક્ષણો પર સતત દેખરેખ રાખવી પડશે: ડોક્ટર

કોરોના વાયરસની શંકા અંગે ડોકટરો કેનેડિયન વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોની તપાસ કરી રહી છે. કેનેડા સરકારે કહ્યું કે, ‘સોફીની સ્થિતિ હવે પહેલા કરતા સારી છે. તેમને સાવધાની રાખવા માટે કહેવાયું છે. ડોક્ટર તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહ્યા છે.’ વડાપ્રધાન કાર્યાલયે પણ એક નિવેદન જાહેર કર્યું છે. તેમણે કહ્યું, ‘વડાપ્રધાન સ્વસ્થ છે. તેમાં કોઈ પ્રકારની બિમારીના લક્ષણ જોવા મળી રહ્યા નથી. ડોક્ટરોએ તેમણે 14 દિવસ સુધી આઈસોલેશનમાં રહેવાની સલાહ આપી છે.’ જોકે ડોક્ટરોનું કહેવું છે કે તેઓ તેમનું દૈનિક કાર્ય કરી શકે છે. પરંતુ તેઓએ તેમના શારીરિક લક્ષણો પર સતત દેખરેખ રાખવી પડશે. ગુરુવારે કેનેડામાં 35 નવા કેસની પુષ્ટી થવાથી કોરોના વાઈરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને હવે 138 થઈ ગઈ છે.

બ્રિટનના એક પ્રોગ્રામમાંથી પરત ફર્યા બાદ કોરોનાના લક્ષણો જોવા મળ્યા

બ્રિટનના એક પ્રોગ્રામમાંથી પરત ફર્યા બાદ તેમને તાવ અને ફ્લૂ જેવા લક્ષણો જોવા મળ્યા હતા. ત્યારબાદ ડોક્ટરોએ તેની તપાસ અને પરીક્ષણ માટે નમૂના લીધા છે. પીએમ જસ્ટિન ટ્રુડોએ સ્વૈચ્છિકપણે જાહેર સ્થળો અને કાર્યક્રમોથી પોતાને દૂર રાખવાનો નિર્ણય લીધો છે અને સોફી ટ્રુડો પણ પોઝિટિવ રિપોર્ટ ના આવે ત્યાં સુધી ઘરેથી કામ કરશે.ઉલ્લેખનીય છે કે કેનેડાના 6 રાજ્યોમાં અત્યારસુધીમાં 100 કેસ સામે આવ્યા છે. જેમાંના 1ની મોત પણ નીપજી છે. ત્યાં વિશ્વભરમાં કોરોનાથી કુલ 4 હજાર 687 લોકોની મોત થઈ છે.

ઈટલીમાં મૃતકોની સંખ્યા એક હજારને પાર

ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે, ઈટલીમાં કોરોના વાઈરસથી મૃતકોનો આંકડો શુક્રવારે 1,016 થઈ ગયો છે. અત્યાર સુધી કુલ 15,113 લોકો સંક્રમિત થયા છે. ચીન બાદ કોરોના વાઈરસની સૌથી વધારે અસર ઈટલી અને ઈરાનમાં જ જોવા મળી છે. ઈટલીમાં સારવાર બાદ 1,258 લોકો સ્વસ્થ પણ થયા છે. સાથે જ દુનિયાભરમાં કોરોના વાઈરસથી મરનારા લોકોનો આંકડો 4973 થઈ ગયો છે. કુલ 1,34,679 કેસ અત્યાર સુધી સામે આવ્યા છે.

ભારતના પ્રથમ કોરોનાને કારણે મોત

કર્ણાટક આરોગ્ય વિભાગ કમિશ્નર એ જાહેર કરેલા એક નિવેદનમાં ભારતના પ્રથમ કોરોના Coronavirus ને કારણે મોત થયું હોવાનું પ્રમાણિત થયું છે. કર્ણાટક ના કાલાબુરાગીનો 76 વર્ષનો વૃદ્ધ વ્યક્તિ, જેનું નિધન થયું છે જે એક શંકાસ્પદ COVID-19નો દર્દી હતો, તે COVID-19 માટે પોઝીટીવ હોવાની પુષ્ટિ કરવામાં આવી છે. હાલમાં કર્ણાટક અને દેશભરમાં આઇસોલેશન અને અન્ય પગલાં લેવામાં આવી રહ્યા છે. તેલંગાણા સરકાર ને પણ આ વાતની જાણ કરવામાં આવી છે. આ દર્દી પ્રથમ વખત તેલંગાણાની હોસ્પીટલમાં દાખલ કરાયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *