માલિકને જીવતો ચાવી ગયો ઊંટ, પગ અને ગળુ ધડથી અલગ

પોતાના માલિકથી એક ઊંટ એટલું ગુસ્સે થઈ ગયું કે તેણે માલિકનું ગળું જ ચાવી નાખ્યું. ઊંટે માથાને ત્યાં સુધી દબાવી રાખ્યું ત્યાં સુધી માલિકનું માથું ધડથી અલગ ન થઈ ગયું. ઊંટની ભૂખ તેનાથી પણ શાંત ન થઈ તો તેણે માલિકનો એક પગ પણ ચાવી નાખ્યો. રુવાટા ઊભા કરી દે તેવી આ ઘટના રાજસ્થાનના બિકાનેર જિલ્લાની છે.

બિકાનેરમાં લાલગઢ રેલવે કોલોનીમાં રવિવારની સવારે એક ઊંટને એટલો ગુસ્સો આવી ગયો કે તેને ભવરલાલને પોતાનો નિશાનો બનાવી લીધો. ઊંટે ભંવરલાલની ગરદનને પોતાના મોઢામાં દબાવી લીધી અને ચાવી ગયો.

ઊંટ માથાને ત્યાં સુધી ચાવતો રહ્યો જ્યાં સુધી ભવરલાલની ગરદન ધડથી અલગ ન થઈ ગઈ. ત્યારબાદ રોડ પર પડેલા શબના એક પગને પણ ઊંટે ચાવી લીધો.

આ ઘટના બાદ મૃતક ભવરલાલનું શબ રોડ પર જ બે કલાક સુધી પડ્યું રહ્યું.કોલોની પાસેથી પસાર થતાં લોકો દૂરથી જ આ દ્રશ્યને જતા રહ્યા પરંતુ કોઈની પણ પાસે જતાં હિંમત ન ચાલી.

થોડા સમય બાદ કેટલાક લોકોએ હિંમત બતાવી દોરડું પકડી ઊંટગાડીને રોડની સાઈડ પર લઈ જઈ ઝાડ સાથે બાંધી દીધી. ઘટનાની જાણ થતાં મૃતક નો દીકરો ચોરુરામ પણ ઘટનાસ્થળે પહોંચી ગયો.

આ ઘટના વિશે પોલીસે જણાવ્યું કે મૃતક ભવરલાલ ઊંટ ગાડી ચલાવી પરિવારનું પેટ ભરતો હતો. આ ઊંટ તેનો જ પાળતું હતો.સવારે લગભગ નવ વાગ્યે તે ગાડી લઇ રેલવે કોલોની જઈ રહ્યો હતો ત્યારે આ ઘટના બની.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *