સુરતમાં જવેલર્સના માલિકે ઝેરી દવા ગટગટાવી મોતને વ્હાલું કર્યું- જાણો શા માટે આવું કરવા મજબુર થયા

છેલ્લા ઘણા દિવસોમાં આપઘાતના કેસમાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે. હાલ સુરત શહેરમાં એક વ્યક્તિએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગયો હતો. મળતી માહિતી…

છેલ્લા ઘણા દિવસોમાં આપઘાતના કેસમાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે. હાલ સુરત શહેરમાં એક વ્યક્તિએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગયો હતો. મળતી માહિતી અનુસાર વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને જવેલર્સના માલિકે આપઘાત કરી જીવન ટૂંકાવ્યું હતું. સુરતમાં છેલ્લા ઘણા સમયથી આપઘાતની સંખ્યામાં ખુબ જ વધારો થયો છે. હાલ આવી જ એક અન્ય ઘટના સુરત (Surat) શહેરના વરાછા (Varachha) વિસ્તારમાંથી સામે આવી છે.

મળતી માહિતી અનુસાર સુરત શહેરના વરાછા વિસ્તારમાં જવેલર્સની દુકાન ચલાવતા એક વ્યક્તિએ મોતને વહાલું કરતાં, પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડયો છે. જાણવા મળ્યું છે કે, કોરોનાથી સમગ્ર દેશમાં લોકડાઉન લાગુ થયુ હતું. આ લોકડાઉનમાં આ જવેલર્સના માલિકે બે કરોડથી વધુ રૂપિયા બીજા પાસેથી લીધા હતા. હાલ તે જ બે કરોડ રૂપિયાની ઉઘરાણીથી કંટાળીને ઝેરી દવા ગટગટાવી લીધી હતી.

સુરત શહેરમાં દિવસેને દિવસે આપઘાતનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે આજે વધુ એક વ્યક્તિએ ઝેરી દવા પી ને મોત વહાલું કર્યું છે. વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને જવેલર્સના માલિકે આ નિર્ણય લીધો હતો. ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ કરી હતી. તમામ ઘટનાની જાણકારી મેળવી પોલીસ અધિકારીએ અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *