સુરતમાં રત્નકલાકારની પત્નીને વારંવાર બનાવી હવસનો શિકાર- બે મહિના પહેલા દીકરીને જન્મ આપ્યો તેમ છતાં આચર્યું દુષ્કર્મ

સુરત (Surat)ના કાપોદરા (Kapodara) માં નરાધમે 31 વર્ષીય મહિલાને નોકરી અપાવવાના બહાને હોટલમાં બોલાવી દુષ્કર્મ આચર્યું હતું. કાપોદરા પોલીસના જણાવ્યા મુજબ, 31 વર્ષીય મિતાલી (નામ…

સુરત (Surat)ના કાપોદરા (Kapodara) માં નરાધમે 31 વર્ષીય મહિલાને નોકરી અપાવવાના બહાને હોટલમાં બોલાવી દુષ્કર્મ આચર્યું હતું. કાપોદરા પોલીસના જણાવ્યા મુજબ, 31 વર્ષીય મિતાલી (નામ બદલ્યું છે) તેના પરિવાર સાથે નાના વરાછા ખાતે રહે છે. પરિવારમાં પતિ સિવાય 2 દીકરીઓ પણ છે. પતિ હીરાની ઓફિસમાં હીરા ઘસે છે. આજથી બે વર્ષ પહેલા મિતાલી એક નર્સરીમાં કામ કરતી હતી.

નોકરીના બહાને હોટલમાં બોલાવી અને…
કોરોનાને કારણે નર્સરી બંધ થઇ ગઈ હતી. જયારે મિતાલીએ આ અંગે તેની બહેનપણીને વાત કરી ત્યારે, બહેનપણીએ માનેલા ભાઈનો નંબર મિતાલીને આપ્યો હતો. સરથાણા જકાતનાકાનો રહેવાસી પારસ ઝાલાવાડિયાએ મિતાલીને નોકરી પર રાખવાની વાત કરી હતી. પારસે મિતાલીને કહ્યું હતું કે, તે ડીઆર વર્લ્ડમાં નોકરી છે. વધુમાં કહેતા જણાવ્યું કે, પારસ મિતાલીને એક હોટલમાં લઇ ગયો હતો. હોટલની રૂમમાં બેસાડી પારસે મિતાલીને કીધું, શેઠ બાજુની રૂમમાં છે, તને હમણા જ બોલાવશે.

મિતાલી જણાવતા કહે છે કે, ત્યાર પછી ચપ્પુ બતાવી, મારી બંને દીકરીઓને મારી નાખવાની ધમકી આપી હતી, બંને દીકરીના ગળા કાપી નાખવાની ધમકી આપી મારા મોઢામાં ડૂચો મારી અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. આટલું જ નહિ પરંતુ ઘટનાનો વિડીયો પણ ઉતારી લીધો હતો. ત્યાર પછી વીડિયોના આધારે WOW હોટલ અને યોગીચોક પાસેની નેક્સેસ હોટલમાં બોલાવીને અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું.’ છેવટે કંટાળી ને મિતાલીએ પતિને વાત કરી પારસ વિરુદ્ધ કાપોદ્રા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

અપહરણની પણ ધમકી આપી
તારીખ 6 નવેમ્બર વર્ષ 2021ના રોજ મિતાલીએ એક દીકરીને જન્મ આપ્યો હતો. 10 જાન્યુઆરીના રોજ પારસે મિતાલીને સાથે આવવા ફોન કર્યો હતો. જ્યારે રૂપાલીએ સાથે આવવાની ના પાડી ત્યારે પારસ તેની દીકરીને લઈ જવાની ધમકી આપી હતી. આથી તે પારસ સાથે તેની બે માસની પુત્રીને સાથે લઈને ગઈ હતી. બે મહિના પહેલા જ બાળકને જન્મ આપનારી માતા સાથે પારસે ફરીએકવાર દુષ્કર્મ આચર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *