કોરોનાની મહામારી નાબુદ કરવા તૈયાર કરવામાં આવી વિશેષ પરીક્ષણ કીટ – ટૂંક સમયમાં આપશે પરિણામ

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, આ પરીક્ષણ કીટનો ઉપયોગ એરપોર્ટ અને ઉદ્યોગોમાં મોટી સંખ્યામાં લોકોના પરીક્ષણ કરવા માટે થઈ શકે છે. ઓંક્સફર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ હવે કોરોના વાયરસના પરીક્ષણ માટે ઝડપી ‘એન્ટિજેન કીટ’ બનાવી છે, જે સંપૂર્ણ પ્રક્રિયાને ફક્ત 5 મિનિટમાં જ પૂર્ણ કરી શકે છે.

વૈજ્ઞાનીકોએ ગુરુવારે આ વિશે માહિતી બહાર પાડી છે. આ સાથે, તેમણે કહ્યું છે કે, આ કીટનો ઉપયોગ એરપોર્ટ અને ઉદ્યોગોમાં મોટી સંખ્યામાં લોકોની સામૂહિક રીતે પરીક્ષણ કરવા માટે થઈ શકે છે. આ કિટની ખાસ બાબત એ છે કે,, તે અન્ય વાયરસ અને કોરોના વાયરસ વચ્ચે તફાવત કરીને તેને ખૂબ જ ચોકસાઈથી પરિણામ શોધી શકે છે.

2021 થી ઉપલબ્ધ થશે આ કીટ:
ઓંક્સફર્ડના ભૌતિક વિભાગના પ્રોફેસર ‘એચિલીસ કાપાનેડિસે’ કહ્યું, ‘આપણી પદ્ધતિ એવી છે કે જે વાયરસના કણોને ઝડપથી શોધી કાઢે  છે. તે ખૂબ જ સરળ, ખૂબ જ ઝડપી અને ઓછી કિંમતની કીટ હશે.”

વૈજ્ઞાનિકો એવી અપેક્ષા રાખે છે કે, આ ‘રેપિડ એન્ટિજેન’ પરીક્ષણ કીટનું ઉત્પાદન 2021 ની શરૂઆતમાં જ શરૂ થશે. આ ઉપરાંત, તે ફક્ત 6 મહિનાની અંદર જ મોટા પાયે ઉપયોગ માટે પણ ઉપલબ્ધ થશે.

આપને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક મહિનામાં, ‘ઝડપી એન્ટિજેન પરીક્ષણ’ એ કોરોના વાયરસના પરીક્ષણ માટે ખૂબ ઉપયોગી અને લોકપ્રિય થઇ રહ્યું છે. વૈજ્ઞાનિકો કહે છે કે, “એકવાર આ ડિવાઇસનો ઉપયોગ થઈ જશે, તો તેની કિંમત વધુને વધુ ઘટતી જાશે. તેઓએ કહ્યું છે કે, “તેની કિંમત એ વર્તમાનમાં ઉપલબ્ધ કીટ કરતા ઓછી હશે.” શિયાળાની ઋતુમાં આ પરીક્ષણ વધુ સફળ થશે કારણ કે ત્યારે કોરોના વાયરસ ફરી એક વખત ટોચ પર હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *